Gujarati News

Gujarati News

News of Friday, 25th October 2019

દિવાળી વેકેશનમાં વિદેશ પ્રવાસ કરવા માંગો છો?: ભારતના નાગરિકો માટે અમુક દેશોમાં લાલ જાજમઃ બ્રાઝિલમાં વીઝા વિના પ્રવેશઃ મ્યાનમારમાં માત્ર ૨ દિવસમાં તથા ઉઝબેકિસ્તાનમાં ૩ દિવસમાં ઇ-વીઝાઃ ઇઝરાઇલએ ભારતના નાગરિકો માટે વીઝા ફી ૧૭૦૦ રૂપિયાથી ઘટાડી ૧૧૦૦ રૂપિયા કરીઃ યુરોપના દેશોમાં સુપર પ્રાયોરીટી વીઝા સર્વિસ

ન્યુદિલ્હીઃ દિવાળી વેકેશનમાં વિદેશ ટુર કરવા ઇચ્છતા ભારતીયો માટે વિશ્વના અમુક દેશો હોટ ફેવરીટ ગણાય છે. જે પૈકી યુરોપના દેશોએ છેલ્લા ૧ વર્ષથી સુપર પ્રાયોરીટી વીઝા સર્વિસ શરૂ કરેલ છે.

ગઇકાલ ગુરૂવારે બ્રાઝિલના નવનિયુકત પ્રેસિડન્ટએ ભારત તથા ચીનના નાગરિકો માટે વીઝા વિના પ્રવેશ મળશે તેવી ઘોષણાં કરી છે.

સાઉદી અરેબિયાએ ટુરીઝમ ઉદ્યોગને પ્રોત્સાહિત કરવા ૨૫ વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને કોઇ પુરૂષ સંગાથી વિના પણ વીઝા આપવાનું શરૂ કર્યુ છે.

ફ્રાંસના એરપોર્ટ ઉપર પણ ટ્રાન્ઝીસ્ટ વીઝાન જરૂર નથી.

મ્યાનમાર સરકાર હવે માત્ર ૨ દિવસમાં જ ઇ.વીઝા આપે છે. જેના આધારે તમે મુકતપણે એક પોસ્ટ ઉપર ઇ.વીઝા દેખાડી હરીફરી શકો છો.

ઝીમ્બાબ્વેમાં પણ ભારત સહિત ૨૮ દેશો માટે વીઝા ઓન એરાઇવલ સ્કીમ અમલી બનાવાઇ છે.

જાપાને પણ ટુંક સમય માટે ફરવા આવતા વિદેશીઓને મલ્ટીયલ એન્ટ્રી વીઝા આપવાનુ શરૂ કર્યુ છે. જે માટે એમ્પલોયમેન્ટ સર્ટિફિકેટ પણ જરૂર નથી. માત્ર તાજેતરના ફોટા તથા નાણાંકિય રીતે સક્ષમ હોવાના આધાર સાથે વીઝા અરજી કરી શકાય છે.

ઇઝરાયલએ ભારતના નાગરિકો માટે વીઝા ૧ હજાર સાતસો રૂપિયાથી ઘટાડી ૧ હજાર એકસો રૂપિયા કરી નાખી છે.

ઉઝબેકિસ્તાનના પ્રવાસ માટે પણ માત્ર ૩ દિવસમાં જ ઇ-વીઝા આપી દેવામાં આવે છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:17 pm IST)