Gujarati News

Gujarati News

News of Friday, 25th October 2019

અમેરિકામાં ઇન્ડિયન ક્લચર સોસાયટી ન્યૂજર્સીના ઉપક્રમે નવરાત્રી ઉત્સવ ઉજવાયો : વિનામૂલ્યે પ્રવેશ સાથે કરાયેલી ઉજવણી અંતર્ગત એલિઝાબેથ હાઈસ્કૂલનું મેદાન હાઉસફુલ : વિવિધ વસ્ત્ર પરિધાન સાથે આવેલા ખેલૈયાઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા

દિપ્તીબેન જાની દ્વારા : ન્યુજર્સી : તાજેતરમાં ન્યૂજર્સીના સૌથી જુના ICS આયોજિત નવરાત્રી 2019 ઉત્સવની ખુબ જ બેનમૂન રીતે ઉજવણી કરવામાં આવી હતી.Indian Culture society ,N.J.ના યુવાન પ્રમુખ શ્રી રાજેશ પટેલ તથા તેમની એક્ઝિક્યુટિવ ટીમ દ્વારા ભારતીય કોમ્યુનિટી માટે અવારનવાર સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનો સાથે ભારત પ્રત્યેનો લગાવ કાયમ ટકી રહે તે માટે અવનવા કાર્યક્રમો હાથ ધરાય છે.I.C.S.આયોજિત નવરાત્રીમાં રાત્રીના 9-30 સુધી મફત પ્રવેશ આપવામાં આવે છે.જેથી કરીને ન્યુજર્સી ,ન્યુયોર્ક રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ભારતીયો ઉમટી પડે છે.

I.C.S.ના ચેરમેન શ્રી પિયુષભાઇ ,વાઇસ ચેરમેન શ્રી અતુલ શાહ ,પૂર્વ ચેરમેન શ્રી કેની  દેસાઈ ,ટ્રસ્ટીઓ ,ડોનર્સ ,તથા પૂર્વ પ્રમુખ શ્રી અનિલ પટેલ તેમજ કમિટી મેમ્બર્સના અથાગ પ્રયત્નોથી શનિવાર રાત્રીના રોજ એલિઝાબેથ હાઈસ્કૂલનું જિમ્નેશિયમ ગરબા ખેલૈયાઓથી ખીચોખીચ ભરાઈ ગયેલ

નવરાત્રી પર્વ માટે પ્રમુખ શ્રી રાજેશ પટેલ અને કમિટીના આયોજન મુજબ કંઈક નોખું કરવાના હેતુ સાથે અલગ અલગ રીતભાત ,સ્ટાઇલ ,તથા પહેરવેશ ,સાથે આવેલા ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા માટે ડોનર્સ તથા ટ્રસ્ટીઓ દ્વારા પુરસ્કાર આપવામાં આવેલ હતા.હોલના મોટા ખર્ચને પહોંચી વળવા માટે તેમજ સંસ્થાની આગવી પ્રતિભાને ધ્યાને લઇ ડોક્ટરો ,ફાર્માસીસ્ટો ,તેમજ બિઝનેસમેનો સામે ચાલીને ઉમદા ફાળો તથા દાન આપવાની તૈયારી બતાવે છે.ઉપરાંત સંસ્થાના વોલન્ટિયર્સ ,તથા કમિટી મેમ્બર્સ ,પણ આર્થિક યથાશક્તિ 251 ડોલર ફાળો નોંધાવે છે.તેથી જ I.C.S. પોતાની આગવી છાપ તથા પ્રતિભા સાથે ન્યૂજર્સીમાં કેન્દ્ર બની યશસ્વી કાર્ય કરી રહેલ છે.

(12:01 pm IST)