Gujarati News

Gujarati News

News of Thursday, 1st November 2018

''શિવમ'' : ભરત નાટયમ કલાસિકલ ડાન્સ સ્પર્ધાઃ યુ.એસ.ના કેલિફોર્નિયામાં ઓર્ગેનાઇઝેશન ઓફ હિન્દુ મલયાલીઝના ઉપક્રમે યોજાઇ ગયેલો પ્રોગ્રામ

કેલિફોર્નિયાઃ યુ.એસ.ના બ્રિસ્ટોલ સિવિક ઓડીટોરીયમ બેલ્લફલાવર કેલિફોર્નિયા મુકામે તાજેતરમાં ૨૧ ઓકટો ૨૦૧૮ના રોજ ભરત નાટયમ કલાસિક ડાન્સ સ્પર્ધા ''શિવમ''યોજાઇ ગઇ.

ઓર્ગેનાઇઝેશન ઓફ હિન્દુ મલયાલીઝના ઉપક્રમે યોજાયેલી આ સ્પર્ધામાં ૧૨ થી ૧૮ વર્ષ વચ્ચેની વયની યુવતિઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ વિજેતા થયેલી ડાન્સર સુશ્રી ઉર્મિલા વડુલીને પ્રથમ વિજેતા જાહેર કરાઇ હતી. તથા તેને એક હજાર ડોલરનું નગદ ઇનામ અપાયુ હતું. તથા બીજા અને ત્રીજા ક્રમે અનુક્રમે સાહિતી કડીઆલા, તથા આશ્લી જોસને વિજેતા ઘોષિત કરાયા હતા.

સ્પર્ધકો વચ્ચે ૧૫૦૦ ડોલરના ઇનામો વિતરણ કરાયા હતા.

(9:12 pm IST)