Gujarati News

Gujarati News

News of Thursday, 1st November 2018

ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં ૪ નવેં.૨૦૧૮ રવિવારના રોજ દિવાળી અન્નકૂટ મહોત્સવઃ યોગી ડિવાઇન સોસાયટીના ઉપક્રમે કરાયેલું આયોજન

ઓસ્ટ્રેલિયાઃ યોગી ડિવાઇન સોસાયટીના ઉપક્રમે વેરીબી મેલબોર્ન ઓસ્ટ્રેલિયા મુકામે ૪ નવેં.૨૦૧૮ રવિવારના રોજ દિવાળી અન્નકૂટ ઉત્સવનું આયોજન કરાયું છે. જેનો સમય બપોરે ૪ વાગ્યાથી રાત્રિના ૮ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. બાદમાં મહાપ્રસાદનું આયોજન કરાયું છે.

વિશેષ માહિતી માટે શ્રી પુનિતભાઇનો કોન્ટેક નં.૦૪૩૦૧૩૮૦૫૧ દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે. www.ydsaustralia.org  દ્વારા સંપર્ક સાધી શકાશે.

(9:11 pm IST)