Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

યુ.એસ.માં હરમોસા બિચ કેલિફોર્નિયા સીટી મેનેજર તરીકે ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી સુજા લોવેન્થલની નિમણુંક

કેલિફોર્નિયાઃ અમેરિકાના હરમોસા બિચ કેલિફોર્નિયાના આગામી સીટી મેનેજર તરીકે ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી સુજા લોવેન્થલની નિમણુંક થઇ છે.જેમને કાઉન્સીલની બહાલી મળી ગઇ છે.

તેમને વાર્ષિક ૨ લાખ ૧૯ હજાર ડોલરનો પગાર મળશે. આ હોદા ઉપર નિમણુંક મળવાથી સુશ્રી સુજાએ કોમ્યુનીટી સેવાની તક મળવા બદલ આનંદ વ્યકત કર્યો હતો. હાલમાં તેઓ સાન્ટા મોનિકા સીટી મેનેજર તરીકે સેવાઓ આપી રહ્યા છે. તેઓ છેલ્લા ૨૦ વર્ષથી ગવર્મેન્ટ મ્યુનિસિપલ તથા કોમ્યુનીટી ક્ષેત્રે સેવાઓ આપી રહ્યા છે તેઓ ભારતના મદ્રાસના વતની છે તથા ૧૯૭૭ની સાલથી ૭ વર્ષની વયે તેઓ પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયા છે. તેમણે UCLAમાંથી  એમ.બી.એ.તથા સાઉધર્ન કેલિફોર્નિયા યુનિવર્સિટીમાંથી ડોકટરેટ ડીગ્રી મેળવેલી છે.

(9:25 pm IST)