Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

' હિન્દૂ વોટસ કાઉન્ટ ' : અમેરિકામાં યોજાનારી 2020 ની સાલની ચૂંટણીઓમાં હિન્દૂઓ અચૂક મતદાન કરે : હિંદુઓ ઉપરાંત બૌદ્ધ ધર્મીઓ ,જૈન ,તેમજ શીખ કોમ્યુનિટી સો ટકા મતદાન કરી પોતાના મતનું મૂલ્ય પુરવાર કરે : યુનાઇટેડ સ્ટેટ્સ હિન્દૂ એલાયન્સ ( USHA ) ના ઉપક્રમે ચલાવાઈ રહેલું અભિયાન

એટલાન્ટા : યુ.એસ.માં યુનાઇટેડ સ્ટેટ્સ હિન્દૂ એલાયન્સ ( USHA ) ના ઉપક્રમે નવું અભિયાન હાથ ધરાયુ છે.જેને ' હિન્દૂ વોટસ કાઉન્ટ ' નામ આપવામાં આવ્યું છે.જે અંતર્ગત અમેરિકામાં વસતા 5 મિલિયન જેટલા હિંદુઓ અચૂક મતદાન કરે તે  માટે અભિયાન ચલાવાઈ રહ્યું છે.જે અંતર્ગત મતદાન માટે રજીસ્ટ્રેશન કરાવવું ,ઉમેદવારનો પરિચય એવો સહિતની બાબતોને આવરી લેવાઈ છે.
આ અભિયાન અંતર્ગત હિંદુઓ ઉપરાંત બૌદ્ધ ધર્મીઓ ,જૈન ,તેમજ શીખ કોમ્યુનિટી પણ સો ટકા મતદાન કરી લોકશાહીનું સમર્થન કરે તે માટે પ્રયત્ન કરાઈ રહ્યો છે.તેમજ પોતાના મતનું મૂલ્ય પુરવાર કરે તેવો આગ્રહ રાખવાની સાથે કોમ્યુનિટીને હિન્દૂ પોલિસી વિષે જ્ઞાત કરવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે  હિન્દુત્વનું રક્ષણ કરવા માટે કાર્યરત આ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે.

 

(7:01 pm IST)