Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

હવે અમેરિકા ચીન પર કરશે ડિજિટલ સ્ટ્રાઇક

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કરેલો સંકેત : ટ્રમ્પે ચીની એપ ટીકટોક પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય કર્યો

વોશિગ્ટન,તા.૧ : ભારતે ચીનની સંખ્યાબંધ એપ્સ પર પ્રતિબંધ લાદ્યા બાદ હવે અમેરિકા પણ ચીન પર ડિજિટલ સ્ટ્રાઇક કરવાની તૈયારીમાં હોવાનો સંકેત શુક્રવારે સાંજે મળ્યો હતો. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીની એપ ટીકટોક પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય કર્યો હતો.

ખુદ ટ્રમ્પે કહ્યું હતું કે ચોવીસ કલાકમાં એક એકિઝકયુટીવ ઓર્ડર દ્વારા ટીકટોક પર પ્રતિબંધ લાદવામાં આવશે. અત્યાર અગાઉ પણ ટ્રમ્પે એવો સંકેત કર્યો હતો કે ચીની એપ ટીકટોક પર બેન લાદવામાં આવશે. અમારું વહીવટી તંત્ર આ દિશામાં કામ કરી રહ્યું છે. ટીકટોકનું મૂલ્યાંકન થઇ રહ્યું છે. આ એપ હવે રાષ્ટ્રીય સુરક્ષા અને સેન્સરશીપના મુદ્દે મહત્ત્વની બની રહી હતી. અમે એના પર બેન લાદવાની તૈયારી કરી રહ્યા છીએ.

બાઇટ ડાન્સ ટીકટોકને વેચી શકે છે અને હાલ માઇક્રોસોફ્ટ કંપની સાથે વાટાદ્યાટો થઇ રહી હતી એવા અહેવાલ તરફ ધ્યાન પડ્યા બાદ ટ્રમ્પે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે આ ચીની એપ પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય અમે કરી રહ્યા હતા. અમારી પાસે બીજા પણ કેટલાક વિકલ્પો છે. અમે એ વિકલ્પો વિશે વિચારી રહ્યા છીએ. યોગ્ય સમયે નિર્ણયની જાણ કરવામાં આવશે.

કેટલાક વિદેશી મિડિયાના રિપોર્ટ મુજબ બાઇટ ડાન્સ નજીકના ભવિષ્યમાં ટીકટોકથી જુદા થવાની જાહેરાત કરશે. અમેરિકાની કેટલીક મોટી ટેક્ કંપનીઓ આ એપ ખરીદવા વિચારી રહી હોવાની વાતો પણ વહેતી થઇ હતી. ન્યૂયોર્ક ટાઇમ્સ અને ફોકસ ન્યૂઝે વિશ્વસનીય સૂત્રોને ટાંકીને શુક્રવારે એવા રિપોર્ટ પ્રગટ કર્યા હતા કે માઇક્રોસોફ્ટ ટીકટાઙ્ખકને ખરીદી લે એવી શકયતા હતી.

આ વિશે માઇક્રોસોફ્ટ સાથે વાટાદ્યાટો ચાલુ હતી. જો કે ટીકટોકે તરત એવા પ્રત્યાદ્યાત આપ્યા હતા કે અમે અટકળો અને અફવાઓ વિશે કોઇ અભિપ્રાય આપવા માગતા નથી. અમને ટીકટોકની દીર્દ્યસૂત્રી કામિયાબી પર પૂરેપૂરો વિશ્વાસ છે બહુ થોડા સમયમાં આ એપ યુવા પેઢીમાં લોકપ્રિય નીવડી હતી. બાઇટ ડાન્સે ૨૦૧૭માં આ એપ લોંચ કરી હતી.

(1:35 pm IST)
  • રવિ-સોમવારે રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી:આગામી 2 દિવસ પછી રાજ્યમાં વરસાદનું જોર વધશે:5 ઓગસ્ટની આસપાસ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે: જેનાથી 5,6,7 ઓગસ્ટે રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી access_time 9:21 pm IST

  • " બકરી ઈદ " : વડાપ્રધાન શ્રી મોદીએ બાંગ્લાદેશના પ્રાઈમ મિનિસ્ટર શેખ હસીનાને ' બકરી ઈદ ' ની શુભેચ્છા પાઠવી : કોવિદ -19 મહામારી અટકાવવા લીધેલા પગલાંની પ્રસંશા કરી : દરેક સંજોગોમાં ભારત મદદરૂપ થશે તેવી ખાતરી આપી access_time 1:48 pm IST

  • દેશમાં કોરોનાના કુલ કેસનો આંક 17 લાખને પાર પહોંચ્યો : સાજા થનાર દર્દીની સંખ્યા 11 લાખ નજીક: સવારે 10-30 વાગ્યા સુધીમાં તેલંગાણાના નવા 2083 કેસ અને ઓરિસ્સાના 1602 કેસ ઉમેરાયા :મિઝોરમમાં પણ 5 કેસ વધ્યા : કુલ કેસની સંખ્યા 17.00.744 થઇ : વધુ 1114 દર્દીઓ રિકવર થતા કુલ 11,96,761 દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો : વધુ 11 લોકોના મોત સાથે મૃત્યુઆંક 36,562 થયો access_time 11:12 am IST