Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

" જય શ્રી રામ " : અયોધ્યામાં થનારા રામમંદિર ભૂમિ પૂજનની ઉજવણી અમેરિકા પણ કરશે : 5 ઓગસ્ટના રોજ ન્યુયોર્કમાં આવેલું ટાઈમ્સ સ્કવેર સોળે શણગારથી સજ્જ કરાશે : મંદિર અને શ્રી રામની તસવીરો ,વડાપ્રધાન શ્રી મોદી દ્વારા થનારા ભૂમિ પૂજનના ફોટાઓ તથા વિડિઓ સાથે ' જયશ્રી રામ 'ના નાદ ગૂંજશે : ભારતીય સમુદાયના લોકો મીઠા મોઢા કરશે

ન્યુયોર્ક : 5 ઓગસ્ટના રોજ અયોધ્યામાં થનારા રામમંદિર ભૂમિ પૂજનની ઉજવણીમાં  અમેરિકામાં વસતા ભારતીયો પણ ઘેરબેઠા જોડાઈ શકે તે માટેની તૈયારીઓ પૂર્ણ જોશમાં શરૂ થઇ ગઈ છે.જે મુજબ 5 ઓગસ્ટના રોજ ન્યુયોર્કમાં આવેલું ટાઈમ્સ સ્કવેર સોળે શણગારથી સજ્જ કરાશે .અમેરિકન ઈન્ડિયન પબ્લિક અફેર કમિટિના અધ્યક્ષ જગદીશ સેવહાનીએ જણાવ્યું કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં જ્યારે આ ઐતિહાસિક મંદિરનો પાયો રાખશે, તો તેની ઉજવણી અમે અહીંયા પણ કરીશું.સેવહાનીના જણાવ્યા પ્રમાણે, 17 હજાર સ્ક્વેર ફુટની રેપ-એરાઉન્ડ LED ડિસપ્લે સ્ક્રીનને લીઝ પર લેવાઈ રહી છે. આ ટાઈમ સ્ક્વેરની સૌથી મોટી હાઈ રિઝોલ્યૂશન LED સ્ક્રીન હશે.
5 ઓગસ્ટે સવારે 8 વાગ્યાથી રાતે 10 વાગ્યા સુધી હિન્દી અને અંગ્રેજીમાં જયશ્રીરામ, ભગવાન રામના ચિત્ર અને વીડિયો, મંદિરની ડિઝાઈન અને આર્કિટેક્ચરની 3D ઈમેજને અહીંયા બિલબોર્ડ પર દેખાડવામાં આવશે. જ્યારે પીએમ મોદી મંદિરનો પાયો રાખશે, તેના ફોટોગ્રાફ પણ અહીંયા દેખાડવામાં આવશે. સેવહાનીના જણાવ્યા પ્રમાણે, આ દરમિયાન ભારતીય સમુદાયના લોકો હાજર રહેશે.મીઠાઈ વહેંચવામાં આવશે.
સેવહાનીએ કહ્યું કે, આ જીવનમાં એક વખત અથવા સદીમાં એક વખત બનનારી ઘટના નથી. પણ આખી માનવજાતિના જીવનમાં આ પ્રકારની તક એક જ વખત આવે છે. આ તકને ખાસ બનાવવા માટે અમે ટાઈમ્સ સ્ક્વેરને પસંદ કર્યું છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં લોકોનું રામમંદિરનું સપનું પુરુ થવા જઈ રહ્યું છે. પાંચ ઓગસ્ટે આખું ટાઈમ્સ સ્ક્વેર ભગવાન રામના રંગમાં રંગાશે.

 

(6:47 pm IST)