Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

વિએટનામ અને અમેરિકા વચ્ચે MOU : વિયેટનામના માછીમારોને ચીનની દાદાગીરીથી બચાવશે

વોશિંગટન : સાઉથ ચાઈના દરિયાઈ પટ્ટીમાં વિયેટનામના માછીમારોને ચીનની હેરાનગતિથી બચાવવા માટે વિયેટનામ અને અમેરિકા વચ્ચે MOU કરાયા છે.

દરિયાઈ સરહદ મામલે ચીન અને વિયેતનામ વચ્ચે લાંબા સમયથી ઘર્ષણ ચાલુ છે.જે અંતર્ગત વિયેતનામના માછીમારોનું ચીન અવારનવાર અપહરણ કરી જાય છે.ચીનની આ દાદાગીરી સામે રક્ષણ આપવા હવે અમેરિકા મેદાનમાં આવ્યું છે.જેણે મદદરૂપ થવા માટે વિયેતનામ સાથે MOU  કર્યા છે.

ઉલ્લેખનીય છે કે સાઉથ ચાઈના દરિયાઈ પટ્ટીમાં પોતાનો કબ્જો જમાવવા ચીન ઘણા સમયથી પ્રયત્ન કરી રહ્યું છે.તથા અન્ય દેશોની બોટના અપહરણ કરે છે.જેથી ભારત તેમજ અમેરિકા સહિતના દેશોએ આ દરિયાઈ પટ્ટીમાં પોતાનો મુકામ કરી દીધો છે.તથા નેવી ખડકી દીધું છે.

(12:47 pm IST)