Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

યુ.એસ.માં ટેનેસીના રિપબ્લિકન ઇન્ડિયન અમેરિકન સેનેટ ઉમેદવાર ડો. સેઠી માટે કપરા ચઢાણ : પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ તેમના હરીફ ઉમેદવારને સમર્થન ઘોષિત કર્યું : 6 ઓગસ્ટના રોજ પ્રાઈમરી ચૂંટણી

ટેનેસી : યુ.એસ.ના ટેનેસીમાંથી રિપબ્લિકન તરીકે ઇન્ડિયન અમેરિકન ટ્રોમા સર્જન ડો.મેની સેઠીએ સેનેટમાં ઉમેદવારી નોંધાવી છે.પરંતુ 6 ઓગસ્ટના રોજ યોજાનારી રિપબ્લિકન ઓપન પ્રાઈમરી ચૂંટણીમાં પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ તેમના હરીફ ઉમેદવાર બિલ હેગાર્ટી ને સમર્થન ઘોષિત કર્યું છે.તથા યોગ્ય ઉમેદવાર ગણાવ્યા છે.જેઓ આ અગાઉ જાપાનમાં અમેરિકાના રાજદૂત તરીકે ફરજ બજાવી ચુક્યા છે.

જોકે ડો.સેઠીએ જણાવ્યા મુજબ તેમને આ બાબતે ટ્રમ્પ વિરુદ્ધ કોઈ નારાજગી નથી.તેમના મંતવ્ય મુજબ હરીફ ઉમેદવાર વોશિંગટન  દ્વારા થોપવામાં આવેલા ઉમેદવાર ગણાશે.

ઉલ્લેખનીય છે કે આ સીટ રિપબ્લિકનના કબ્જામાં હતી.

(1:34 pm IST)