Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

" આપના ઉમેદવારને ઓળખો " : અમેરિકાના પ્રેસિડન્ટ પદના રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટ જો બિડન વચ્ચે 29 સપ્ટેમ્બરના રોજ ઓહિયોમાં પ્રથમ ડિબેટ : બીજી અને ત્રીજી ડિબેટ 15 અને 22 ઓક્ટોબરના રોજ અનુક્રમે ફ્લોરિડા તથા ટેનેસીમાં : 3 ડિસેમ્બરના રોજ ચૂંટણી

વોશિંગટન : અમેરિકામાં પ્રેસિડન્ટ પદની ચૂંટણીના પડઘમ શરૂ થઇ ગયા છે.રિપબ્લિકન  ઉમેદવાર  ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટ જો બિડન વચ્ચે રસાકસીની સ્પર્ધા ચાલુ થઇ છે.જે અંતર્ગત અમેરિકાની લોકશાહી પદ્ધતિ મુજબ આખરી ચૂંટણી પહેલા ઉમેદવારો વચ્ચે ડિબેટ યોજવામાં આવતી હોય છે.

તેના અનુસંધાને પ્રેસિડન્ટ પદના રિપબ્લિકન  ઉમેદવાર  ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટ જો બિડન વચ્ચે 29 સપ્ટેમ્બરના રોજ ઓહિયોમાં પ્રથમ ડિબેટ યોજાશે.તથા બીજી અને ત્રીજી ડિબેટ 15 અને 22 ઓક્ટોબરના રોજ અનુક્રમે ફ્લોરિડા તથા ટેનેસીમાં યોજાવાની છે.

 દરેક ચર્ચા 90 મિનિટની એટલે કે દોઢ કલાકની રહેશે. રાત્રે 9 વાગે (લોકલ ટાઈમ) શરૂ થશે અને 10.30 સુધી ચાલશે. વ્હાઈટ હાઉસ પુલ નેટવર્ક પર દરેક ડિબેટનું લાઈવ ટેલિકાસ્ટ અને ત્યારપછી તેનું એનાલિસિસ રજૂ કરવામાં આવશે.

બાઈડને હમણાં જ ટ્રમ્પની નીતિ પર ઘણાં સવાલ કર્યા છે. મહામારી અને ચીન મુદ્દે પણ તેમની સામે આકરા પ્રહાર કર્યા હતા. તેમણે એવું પણ કહ્યું હતું કે, ટ્રમ્પ અમેરિકામાં પહેલાં રંગભેદી રાષ્ટ્રપતિ છે. બીજી બાજુ ટ્રમ્પે બાઈડનને રાષ્ટ્રપતિ માટે અયોગ્ય ગણાવ્યા હતા. ટ્રમ્પે કહ્યું હતું કે, ડેમોક્રેટ પાર્ટીના કારણે આજે ચીન આપણાં દેશ માટે મોટું જોખમ છે.

આખરી ચૂંટણી  3 ડિસેમ્બરના રોજ થશે.

(11:55 am IST)