Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની રર સપ્ટેં.ના રોજ અમેરિકાની મુલાકાતને વધાવવા તડામાર તૈયારીઓ શરૃઃ હયુસ્ટન મુકામે યોજાનારા સ્વાગત સમારંભમાં ૬૦ જેટલા લો-મેકર્સ, ૭૦૦ ઉપરાંત ઓર્ગેનાઇઝેશન્શ તથા ૫૦ થી ૬૦ હજાર ઉપરાંત લોકો ઉમટી પડવાની ધારણાં

હયુસ્ટનઃ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અમેરિકા મુકામે ૨૨ સપ્ટેં.૨૦૧૯ના રોજ યોજાનારી મુલાકાતને ઉમંગભેર વધાવવા OFBJP usaના ઉપક્રમે હયુસ્ટન ટેકસાસમાં તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.

શ્રી મોદીના સ્વાગત તથા ઉદબોધનમાં શામેલ થવા વધુમાં વધુ કોમ્યુનીટી પ્રજાજનો જોડાય તેવા આયોજન માટે ૩૦ જુલાઇ ૨૦૧૯ના રોજ મળેલી મીટીંગમાં BJP ફોરેન ડીપાર્ટમેન્ટ ઇન્ચાર્જ તથા ગ્લોબલ OFBJP કો-ઓર્ડીનેટર ડો.વિજય ચૌથાવાલેએ ભારતમાં યોજાઇ ગયેલી લોકસભાની ચૂંટણીઓમાં પ્રચારમાં મહત્વનું યોગદાન આપવા બદલ સહુને બિરદાવ્યા હતા. તથા ભાજપ લીડરશીપ તેમજ શ્રી મોદીએ પણ સહુની મહેનતની નોંધ લીધી હતી તેમ જણાવ્યું હતું. તથા આગામી ૨૨ સપ્ટેં.ના રોજના કાર્યક્રમ માટે સહુને પ્રોત્સાહિત કર્યા હતા. આ માટે OFBJP પ્રેસિડન્ટ શ્રી ક્રિશ્ના રેડ્ડી, વાઇસ પ્રેસિડન્ટ ડો.અદાપા પ્રસાદ, તથા ઓર્ગેનાઇઝીંગ સેક્રેટરી ડો.વાસુદેવ પટેલ સમગ્ર દેશનો પ્રવાસ કરી આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવશે તેમ જણાવ્યું હતું.

શ્રી ક્રિશ્ના રેડ્ડીએ જણાવ્યા મુજબ રર સપ્ટેં.ના રોજ યોજાનારા કાર્યક્રમમાં ૫૦ થી ૬૦ હજાર લોકો જોડાશે તેવી શકયતા છે. ડો.અદાપા પ્રસાદએ જણાવ્યું હતું કે ૭૦૦ ઉપરાંત ઓર્ગેનાઇઝેશન્શ તથા ૧૫ હજાર ઉપરાંત કોમ્યુનીટી મેમ્બર્સએ આ મેગા પ્રોગ્રામમાં જોડાવા માટે રજીસ્ટ્રેશન કરાવી લીધું છે અમેરિકાના ૬૦ ઉપરાંત લો મેકર્સ પણ પ્રોગ્રામમાં હાજર રહેશે. ડો.વાસુદેવ પટેલએ જણાવ્યું હતું કે ભારતની લોકસભાની ચૂંટણીઓ સમયે ઇન્ડિયન અમેરિકન કોમ્યુનીટીએ બહુ મહત્વનું યોગદાન આપ્યું હતું અને હવે ઓર્ગેનાઇઝેશનનો વ્યાપ સમગ્ર અમેરિકામાં વધારવા માટે નવા ચેપ્ટર્સ ઉમેરાઇ રહ્યા છે. તેમજ રાષ્ટ્રિય કક્ષાએ મેમ્બર બનાવવા માટેની ઝુંબેશ શરૂ કરી દેવાઇ છે. તેવું શ્રી વાસુદેવ પટેલની યાદી જણાવે છે.

(6:29 pm IST)