Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

અમેરિકામાં બ્રાહ્મિન સમાજ ઓફ USA ન્‍યુજર્સીના ઉપક્રમે પિકનિક યોજાઇઃ ૨૦૦ ઉપરાંત મેમ્‍બર્સ સપરિવાર જોડાયાઃ સમાજના તેજસ્‍વી સ્‍ટુડન્‍ટસને સર્ટિફિકેટ તથા એવોર્ડસ આપી સન્‍માનિત કરાયાઃ સ્‍વાદિષ્‍ટ ભોજન, રમત-ગમત, અંતાક્ષરી, રેફલ,સહિતના આયોજનોથી મેમ્‍બર્સ ખુશખુશાલઃ આગામી ૨૯ સપ્‍ટેં.ના રોજ શુભમિલન દિન ૨૦૧૮ યોજાશે

 (દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ અમેરિકામાં બ્રાહ્મિન સમાજ ઓફ USA ન્‍યુજર્સીના ઉપક્રમે ૨૯ જુલાઇ ૨૦૧૮ના રોજ પિકનિકનું આયોજન કરાયું હતું. જેમાં ૨૦૦ ઉપરાંત મેમ્‍બર્સ સપરિવાર જોડાયા હતા.

આ પ્રસંગે બ્રહ્મસમાજના તેજસ્‍વી સ્‍ટુડન્‍ટસનું બહુમાન કરી તેમને સર્ટિફિકેટ તથા એવોર્ડસ અપાયા હતા. સમાજના ચેરમેન શ્રી ચંદ્રકાંતભાઇ તથા કમિટી મેમ્‍બર્સ પ્રેસિડન્‍ટ શ્રી અભય શુકલ,તેમજ શ્રી પરેશ ત્રિવેદી, શ્રી કૌશિક વ્‍યાસ, શ્રી જશભાઇ, તથા શ્રી નૈલેશ ભટ્ટ સહિતનાઓની જહેમતથી પિકનીક સફળતા પૂર્વક સંપન્‍ન થઇ હતી.

પિકનિક અંતર્ગત સ્‍વાદિષ્‍ટ નાસ્‍તા,ભોજન, આઇસ્‍ક્રીમ, સહિતની વ્‍યવસ્‍થા ઉપરાંત રેફલ, રમત-ગમત, અંતાક્ષરી, સહિત વિવિધ મનોરંજન કાર્યક્રમોનો સહુએ આનંદ માણ્‍યો હતો. સમાજ દ્વારા તમામ બ્રાહ્મિન પરિવારોના એક છત્ર હેઠળ એકત્રિત કરવા પિકનિક સહિત વિવિધ આયોજનો થાય છે.

આગામી ૨૯ સપ્‍ટેં.ના રોજ શુભ મિલન દિન ૨૦૧૮ યોજાશે.

શ્રી નૈલેશ ભટ્ટના અનુભવ હેઠળ યોજાનાર આ પ્રોગ્રામના રજીસ્‍ટ્રેશન માટે www.Brahminsamaj.us દ્વારા સંપર્ક સાધવા શ્રી કૌશિક વ્‍યાસની યાદીમાં જણાવાયું છે.

(11:23 pm IST)