Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

શિકાગોની ભારતીય સીનીયર સીટીઝન ઓફ શિકાગો સંસ્‍થાના સીનીયર ભાઇ બહેનોની બસમાં અચાનક આગ લાગતા તમામનો થયેલો અદભૂત બચાવઃ કેનેડાનો પ્રવાસ પૂર્ણ કરીને શિકાગો પરત આવી રહ્યા હતા તે વેળા મીશીગન રાજયના એન આરબર ટાઉન નજીક એક બસમાં પાછળના ભાગે આગ લાગતા પાછળનો સંપૂર્ણ ભાગ આગમાં સ્‍વાહા થઇ ગયોઃ ૫૦ જેટલા ભાઇ બહેનો આ બસમાંથી ઉતરતા હતા ત્‍યારે ત્રણેક વ્‍યકતીઓને નજીવી ઇજાઓ થઇ હતી અને તેઓને સારવાર અર્થે યુનીવરસીટી ઓપ મીશીગન મેડીકલ સેન્‍ટરમાં દાખલ કરવામાં આવ્‍યા હતા અને થોડા સમય બાદ તેઓને રજા આપવામાં આવી હતીઃ નિક્ષન રોડ નજીક હાઇવે બે કલાક સુધી બંધ રહ્યો હતો

(કપિલા શાહ દ્વારા) શિકાગોઃ શિકાગોમાં ભારતીય સીનીયર સીટીઝન ઓફ શિકાગોના સીનીયર ભાઇ બહેનો બે બસ દ્વારા નાયગરા ફોલ્‍સ તથા કેનેડાના છ દિવસો માટે પ્રવાસે ગયા હતા અને તે પ્રવાસ પૂર્ણ કરી મોન્‍ટ્રીયલથી શિકાગો પરત આવી રહ્યા હતા ત્‍યારે મીશીગન રાજયના એન આરબર ટાઉન જીક હાઇવે પર રાત્રીના સમયે એક બસમાં અચાનક આગ લાગતાં તે બસનો પાછળનો ભાગ સંપૂર્ણ પર્ણ બળીને ભસ્‍મી ભૂત થઇ ગયો હતો અને આગ ફાટી નિકળતા ત્રણેક સીનીયર પ્રવાસીઓને નજીવી ઇજા થતાં તેઓને યુનીવરસીટી ઓફ મીશીગન મેડીકલ સેન્‍ટરમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્‍યા હતા અને થોડા સમય બાદ તેઓને આ હોસ્‍પીટલમાંથી રસ આપવામાં આવી હતી.

આ અંગેની વિગતોમાં જાણવા મળે છે તેમ આ સીનીયર સંસ્‍થાના સંચાલકોએ સીનીયર સભ્‍યોની માંગણીને ધ્‍યાનમાં લઇને જુલાઇ માસની ૨૪મી તારીખથી ૨૯મી જુલાઇ દરમ્‍યાન એમ છઠ દિવસનો નાયગ્રા ફોલ્‍સ તથા કેનેડાના ટોરોન્‍ટા ઓટાવા, મોન્‍ટ્રીયલ અને કયુબીક સીટીનો પ્રવાસ યોજયો હતો અને ૨૯મી જુલાઇના રોજ આ પ્રવાસ પૂર્ણ થતો હોવાથી તેઓ મોન્‍ટ્રીયલ સીટીથી શિકાગો પરત આવી રહ્યા હતા ત્‍યારે વચ્‍ચે મીશીગન રાજયના ડીટ્રોઇટ શહેરમાં તેઓ થોડા સમય માટે રોકાયા હતા અને ત્‍યાં આગળ બાલાજી રેસ્‍ટોરન્‍ટમાં સાંજનું ડીનર પતાવી શિકાગો આવવા માટે બે બસ દ્વારા નિકળ્‍યા હતા પરંતુ રસ્‍તામાં એન આરબર ટાઉન નજીક એક બસના પાછળના ભાગમાં અચાનક અવાજ સંભળાતા ડ્રાયવરને બસ થોભાવવા માટે કહેવામાં આવતા તેણે બસ થોભાવી પરંતુ કંઇ અજુગતુ માલમ પડયુ ન હતું આથી બસ આગળ વધતા પાછો અચાનક અવાજ આવતા બસના પાછળના ભાગે અચાનક આગ લાગી હોવાનુ જણાતા તમામ પેસેન્‍જરો બસમાંથી હેમખેમ નીચે ઉતરી ગયા હતા પરંતુ ત્રણેક વ્‍યક્‍તિઓને નાના પ્રમાણમાં ઇજાઓ થવા પામી હતી અને તેઓને નજીકમાં આવેલ હોસ્‍પીટલમાં સારવાર આપવામાં આવી હતી અને થોડા સમય બાદ તેઓને રજા આપવામાં આવી હતી.

સામાન્‍ય રીતે આ સંસ્‍થાના સંચાલકો પ્રવાસ દરમ્‍યાન તે અંગે બસોનો કોન્‍ટ્રાકટ યુ.એસ. કોચ શિકાગોની સાથે કરે છે અને આ પ્રવાસનો કોન્‍ટ્રાકટ પણ તેમની સાથે કરવામાં આવ્‍યો હતો પરંતુ તેમણે પોતાની બસો ન મોકલતા તેમણે બીજી બસ કંપની ગ્રાઉન્‍ડ ટ્રાવેલ્‍સ સ્‍પેશ્‍યાલીસ્‍ટની બસો મોકલી હતી. રાત્રે આવી વિપરિત પરિસ્‍થિતિમાં મુકાયેલા સીનીયર ભાઇ બહેનો બીજી બસ આવતા તેમાં પ્રવાસ કરીને વહેલી સવારે પાંચ વાગે શિકાગો આવી પહોંચ્‍યા હતા.

જે બસમાં આગ લાગી તે બસમાં આ સંસ્‍થાના પ્રમુખ હરિભાઇ પટેલજ પ્રવાસ કરી રહ્યા હતા અને આવો અચાનક બનાવ બનતા તેમણે સૌને ધિરજ ધરવા આગ્રહભરી વિનંતી કરી હતી. અમારી એક મુલાકાતમાં તેમણે ઉપરોક્‍ત માહિતીઓ આપી હતી અને સૌને સાથે રાખીને આગળની કાર્યવાહીઓ અમો કરીશુ એવું અંતમાં તેમણે જણાવ્‍યુ હતું.

સત્તાવાળાઓને આ બનાવની જાણ થતા તેઓ બનાવના સ્‍થળે દોડી કાબુમાં આવ્‍યા બાદ બે કલાક બાદ હાઇવે ચાલુ કરવામાં આવ્‍યો હતો.

 

(8:30 pm IST)