Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

લગ્નના પંદર દિવસ પહેલા પાસપોર્ટ ખોવાઈ જતા ઇન્ડિયન અમેરિકન રવિ તેજાની વ્હારે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ : ભારતના એમ્બેસેડર શ્રી નવતેજ સરનાને જાણ કરી બીજો પાસપોર્ટ કઢાવી આપ્યો

વોશિંગટન : અમેરિકાના વોશિંગટનમાં સ્થાયી થયેલા ઇન્ડિયન અમેરિકન  યુવાન રવિ તેજાના લગ્ન 13 ઓગ.ના રોજ છે.પરંતુ લગ્નના 15 દિવસ પહેલા જ તેનો પાસપોર્ટ ખોવાઈ જતા તે ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો.તેથી તેણે વિદેશ મંત્રી સુશ્રી સુષ્મા સ્વરાજની મદદ માંગી હતી. રવિ તેજાની ટ્વીટ બાદ પહેલાં તો સુષ્મા સ્વરાજે તેને ધમકાવ્યો હતો. સુષ્માએ લખ્યું, - 'ડી રવિ તેજા તમે ખોટાં સમયે પાસપોર્ટ ગુમ કરી દીધો છે. તેમ છતાં તમારાં લગ્ન પર તમે સમયસર પહોંચો તે માટે તમારી મદદ કરીશું.'

    સુષ્માએ અમેરિકામાં ભારતીય એમ્બેસેડર નવતેજ સરનાને માનવીય આધાર પર તેજાની મદદ કરવા અને ઝડપથી પાસપોર્ટ અપાવવાનું કહ્યું  હતું. બાદમાં તેજાએ આ મદદ માટે સ્વરાજને ધન્યવાદ પણ પાઠવ્યા હતા. રવિએ ટ્વીટ કરી - કદાચ અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી સારાં વિદેશ મંત્રી મળ્યા છે દેશને, અમને તમારાં ઉપર ગર્વ છે.

(6:01 pm IST)