Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

આવતીકાલ 1 જુલાઈથી હોંગકોંગ આવતી બ્રિટનની તમામ ફ્લાઇટ ઉપર પ્રતિબંધ : યુ.કે.માં ડેલ્ટા વેરિઅન્ટના કહેરને કારણે અત્યંત ઉચ્ચ જોખમ ધરાવતો દેશ ગણ્યો

હોંગકોંગ : આવતીકાલ 1 જુલાઈથી હોંગકોંગ આવતી બ્રિટનની તમામ ફ્લાઇટ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેના કારણમાં જણાવાયા મુજબ યુ.કે.માં  ડેલ્ટા વેરિઅન્ટના વધુ પડતા ફેલાવાને કારણે તેને અત્યંત ઉચ્ચ જોખમ ધરાવતો દેશ ગણવામાં આવ્યો છે. હોંગકોંગ સરકારે ચીન અને પશ્ચિમના રાષ્ટ્રો વચ્ચે ચાલી રહેલા રાજકીય તનાવ અંગે અસંમતિ હોવા છતાં આ પગલું લીધું છે.

આ પ્રતિબંધનો અર્થ એવો કરાયો છે કે બ્રિટનમાં બે કલાકથી વધુ સમય ગાળ્યો હોય તેવા લોકોને કોઈપણ એરપોર્ટથી હોંગકોંગની ફ્લાઇટ્સમાં બોર્ડિંગની  મંજૂરી આપવામાં આવશે નહીં.

શહેરના સત્તાધીશોએ જણાવ્યું હતું કે આ નિર્ણય યુકેમાં રોગચાળાના તાજેતરના રિબાઉન્ડ અને ત્યાં ફેલાયેલા ડેલ્ટા વેરિયન્ટ વાયરસ સ્ટ્રેનને ધ્યાને લઇ લેવાયો છે.

ઉલ્લેખનીય છે કે યુ.કે.થી દરરોજ 8 ફ્લાઇટ હોંગકોંગ આવે છે.જે આવતીકાલથી આવી શકશે નહીં. અલબત્ત હોંગકોંગથી યુ.કે.જતી ફ્લાઇટને આ પ્રતિબંધ લાગુ પડતો નથી.

યુરોપમાં  વેક્સિનેશન આપવામાં અગ્ર સ્થાન ધરાવતું હોવા છતાં યુ.કે.માં ડેલ્ટા વેરિઅંટના સૌથી વધુ કેસ  જોવા મળી રહ્યા છે. જેનો સૌપ્રથમ કેસ ભારતમાં જોવા મળ્યો હતો.

જોકે  હોંગકોંગમાં પણ એક સપ્તાહ પહેલા ડેલ્ટા વેરિઅંટનો સૌપ્રથમ કેસ જોવા મળ્યો હતો. જે  અગાઉ 16 દિવસ સુધી એકપણ કોવિદ -19 કેસ જોવા મળ્યો નહોતો.

હોંગકોંગે 2020ની સાલથી દેશની બોર્ડર કડક પણે સીલ કરી દીધી હતી.જેના પરિણામે  ત્યાં કોવિદ -19 ના કેસનું પ્રમાણ બહુ ઓછું હતું.પરંતુ યુ.કે.થી આવી  રહેલા મુસાફરોને કારણે ડેલ્ટા વેરિએન્ટનું પ્રમાણ વધી રહેલું જોવા મળતા ઉપરોક્ત નિર્ણય લેવાયો છે તેવું બીબીસીડબલ્યુ દ્વારા જાણવા મળે છે.

(11:02 am IST)