Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

કેનેડામાં 56 વર્ષીય મહિલા સંગીતા શર્માની હત્યાનો બીજો આરોપી પકડાયો : 13 ઓગસ્ટ 2020 ના રોજ બ્રામ્પ્ટન સ્થિત નિવાસ સ્થાને જઇ હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો

બ્રામ્પ્ટન : કેનેડાના બ્રામ્પ્ટન સ્થિત ભારતીય મૂળની મહિલા સંગીતા શર્મા ઉપર 13 ઓગસ્ટ 2020 ના રોજ તેના ઘરમાં જઇ તેના ઉપર ગોળીબાર કરાયો હતો.તેને  તાત્કાલિક હોસ્પિટલમાં  દાખલ કરાઈ હતી.  જ્યાં તેણે અંતિમ શ્વાસ લીધા હતા.

ઉપરોક્ત કેસના આરોપી તરીકે 4  જૂનના રોજ લંડનના  વતની 19 વર્ષીય યુવાન ફિસેહા ગિરમય હેબેટેબીબીરની  ધરપકડ કરાઈ હતી.

હવે બુધવારે લંડનના જ વતની બીજા શકમંદ આરોપીની  ધરપકડ કરવામાં આવી છે. તેવું જી.પી.દ્વારા જાણવા મળે છે.

 

(1:52 pm IST)