Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

ઇન્ડિયન અમેરિકન ત્રિવિક્રમ રેડ્ડીને 20 વર્ષની જેલ : ટેક્સાસમાં ખોટા ઈન્સ્યુરન્સ કલેઇમ પકાવી છેતરપિંડી કરવાના ષડયંત્રમાં શામેલ હતો : જેલસજા ઉપરાંત 52 મિલિયન ડોલરનો દંડ

ટેક્સાસ : અમેરિકાના ટેક્સાસમાં ખોટા ઈન્સ્યુરન્સ કલેઇમ પકાવી છેતરપિંડી કરવાના ષડયંત્રમાં શામેલ થવા બદલ કોર્ટે ઇન્ડિયન અમેરિકન 39 વર્ષીય ત્રિવિક્રમ રેડ્ડીને 20 વર્ષની જેલ સજા ફરમાવી છે.તથા 52 મિલિયન ડોલરનો દંડ કર્યો  છે. જે રકમ ખોટા બીલો મૂકીને  લઇ લેવામાં આવી હતી તે પરત ચૂકવવા માટે  વપરાશે.

ટેક્સાસ નોર્ધન ડિસ્ટ્રિક્ટના કાર્યકારી ઇન્ડિયન અમેરિકન એટર્ની પ્રેરક શાહે ઉપરોક્ત માહિતી આપી હતી.જે મુજબ આરોપીએ ઓક્ટોબર 2020 માં ગુનો કબૂલી લીધો હતો.  25 મેના રોજ  તેને જેલમાં ધકેલી દેવાયો  હતો.
જાન્યુઆરી 2014 થી જૂન 2019 દરમિયાન તેણે વાયર  ફ્રોડ આચર્યો હતો તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(1:26 pm IST)