Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

કેનેડામાં ચીની દૂતાવાસ સામે તિબેટ યુથ કોંગ્રેસના દેખાવો : અમે ભારત સાથે છીએ :' થેન્ક યુ ઇન્ડિયન આર્મી ' પોસ્ટર સાથે શાંતિપૂર્ણ રેલી યોજાઈ

ટોરોન્ટો : કેનેડામાં વસતા તિબેટના વાતનીઓએ  ભારત અને ચીન વચ્ચે લડાખ બોર્ડર ઉપર ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ટોરોન્ટોમાં આવેલા ચીની દૂતાવાસ સામે શાંતિપૂર્વક દેખાવો યોજ્યા હતા.જે અંતર્ગત થેન્ક યુ ઇન્ડિયન આર્મી પોસ્ટર સાથે તિબેટ યુથ કોંગ્રેસે દેખાવો કરી ચીનની નીતિ સામે વિરોધ નોંધાવ્યો હતો.તથા તિબેટને આઝાદ કરવાના નારા પણ લગાવ્યા હતા.આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.
ઉલ્લેખનીય બાબત છે કે ચીની સેના સાથે થયેલી હિંસક અથડામણ પછી અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન જેવા ઘણા દેશોએ ભારતીય જવાનો શહીદીને શ્રદ્ધાજંલિ અર્પણ કરી હતી અને બંને દેશોને વાતચીતથી મુદ્દો ઉકેલવા અપીલ કરી હતી. જોકે ચીનના ઘાતકી હુમલા પહેલા પણ બંને દેશો વચ્ચે સૈન્યસ્તરે વાતચીત થઇ રહી હતી, પરંતુ 15 જૂનની રાત્રે ચીની સેનાએ ભારતીય જવાનો પર અચાનક હુમલો કર્યો હતો, જેમાં 20 ભારતીય જવાન શહીદ થયા હતા, જ્યારે ચીની સેનાના એક કમાન્ડર સહિત 42 જવાનો માર્યા ગયા હતા.

(6:49 pm IST)