Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

ભારતને બંને સરહદે ઘેરવાની કોશિશમાં ચીન અને પાકિસ્તાન : લડાખ સંઘર્ષ ચાલુ છે તેવા સંજોગોમાં પાકિસ્તાને પીઓકેમાં 20 હજાર સૈનિકોનું લશ્કર ખડકયું : જમ્મુ કાશ્મીરના આતંકી સંગઠનો સાથે પણ મંત્રણા શરૂ કરી દીધી

ન્યુદિલ્હી : લડાખ સરહદ ઉપર ચાલી રહેલા ભારત અને ચીન વચ્ચેના સંઘર્ષ દરમિયાન હવે પાકિસ્તાને પણ ગિલકિત અને બાલકિસ્તાન વિસ્તારમાં 20 સૈનિકોનું લશ્કર ખડકી દીધું છે.એટલુંજ નહીં જમ્મુ કાશ્મીરના આતંકી સંગઠનો સાથે પણ ભારતની શાંતિ જોખમાવવા માટે મંત્રણા શરૂ કરી દીધી હોવાનું જાણવા મળે છે.

હાલના સંજોગોમાં વરતાઈ રહેલા એંધાણ મુજબ ચીન અને પાકિસ્તાન બંને દેશ બંને બાજુથી ભારતને ઘેરવાની કોશિશ કરી રહ્યા છે.ચીન ભારતના પડોશી રાષ્ટ્રો જેવા કે નેપાળ ,બાંગ્લાદેશ ,શ્રીલંકાને નાણાકીય સહાય આપી પોતાના પડખામાં લઇ રહ્યું છે.જેથી બધી બાજુથી ભારતને ભીડવી શકાય તેવા પ્રયત્નો કરી રહ્યું હોવાનું જાણવા મળે છે.

(1:44 pm IST)