Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

નેપાળમાં પ્રાઈમ મિનિસ્ટર ઓલી વિરુદ્ધ વધી રહેલો અસંતોષ : પ્રબળ બની રહેલી રાજીનામાની માંગણી

કાઠમંડુ : ચીનની ઉશ્કેરણીથી ભારત વિરુદ્ધ પગલાં ભરી સીમા સરહદે તનાવ સર્જનાર નેપાળના પ્રાઈમ મિનિસ્ટર ઓલી વિરુદ્ધ તેમની ખુદ સત્તાધારી પાર્ટીમાં અસંતોષ વધી રહ્યો હોવાનું જાણવા મળે છે.ઉપરાંત વિરોધ પક્ષ દ્વારા પણ તેમને હટાવવા માટે મીટિંગોનો દોર ચાલુ થઇ ગયો છે.
આ વચ્ચે ઓલીએ જણાવ્યું હતું કે તેમને સત્તા ઉપરથી હટાવવાની ગતિવિધિઓ ચાલુ થઇ છે.પણ મને કોઈ હટાવી શકવાનું નથી.
ઉલ્લેખનીય છે કે ભારત સરહદે વિવાદ મામલે તેમના વિરુદ્ધ અસંતોષ જોવા મળી રહ્યો છે.

(7:50 pm IST)