Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

FIA ઓફ ન્યુયોર્કના ઉપક્રમે 21 જૂનના રોજ ' ઇન્ટરનેશનલ યોગા ડે ' ઉજવાયો : ન્યુયોર્ક ખાતેના ભારતના કોન્સ્યુલ જનરલ શ્રી સંદીપ ચક્રવર્તીનો વિદાય સમારંભ પણ આ દિવસે ઉજવાયો

ન્યુયોર્ક : યુ.એસ.માં ફેડરેશન ઓફ ઇન્ડિયન અમેરિકન ન્યુયોર્ક , ન્યુજર્સી ,એન્ડ કનેક્ટિકટના ઉપક્રમે 21 જૂનના રોજ ઇન્ટરનેશનલ યોગા ડે ઉજવાઈ ગયો.ઝૂમ એપ્લિકેશન દ્વારા કરાયેલી ઉજવણી અંતર્ગત યોગા કરાયા હતા.
આ તકે ન્યુયોર્ક ખાતેના ભારતના કોન્સ્યુલ જનરલ શ્રી સંદીપ ચક્રવર્તીના હોદાની મુદત પણ પુરી થતી હોવાથી તેમનો વિદાય સમારંભ પણ યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે એફ.આઇ.પ્રેસિડન્ટ શ્રી અનિલ બંસલ ,પેસ્ટ પ્રેસિડન્ટ શ્રી આલોકકુમાર ,કોન્સ્યુલ જનરલ શ્રી સંદીપ ચક્રવર્તી સહિતના મહાનુભાવોએ પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતા.

 

(8:21 pm IST)
  • રાત્રે 10 વાગ્યે રાજકોટ સિવિલ હોસ્પિટલના ઓપીડી વિભાગમાં આગ લાગી : સ્પાર્ક થતા ઓપીડીમાં લાગી હતી આગ : જોકે સ્ટાફની સમય સૂચકતાને કારણે ફાયર એક્સ્ટિંગ ગ્યુસરની મદદથી આગ બુઝાવી દીધી હતી access_time 10:35 pm IST

  • દેશભરમાં વિરોધ વચ્ચે પેટ્રોલ-ડીઝલની કિંમતો સતત બીજા દિવસે સ્થિરઃ ક્રૂડ ઓઇલમાં નરમાઈ : આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની નરમાઈ વચ્ચે પેટ્રોલ અને ડીઝલની કિંમતો સ્થિર access_time 2:48 pm IST

  • ભારત-ચીન વચ્ચે ૧૨ કલાક સુધી ચાલી કોર કમિટિની બેઠક : ગઇકાલે ભારત અને ચીન વચ્ચે કોર કમિટિની બેઠક ૧૨ કલાક સુધી ચાલી. ભારતે ચીનને ૨૨ જુને થયેલી સહમતીને ઝડપી અમલ બનાવવા માટે કહ્યું એલએસીથી ચીનના સૈનીકો ઓછા કરવા માટે સહમતી બની હતી. ૨૨ જુને બનેલી સહમતીની પરીક્ષા પણ કરવામાં આવી અને ચીને સેના પાછી હટાવવાનું કહી ફરી ગયાની વાતપણ ભારતે કરી હતી. access_time 12:58 pm IST