Gujarati News

Gujarati News

News of Friday, 26th June 2020

દુબઈમાં ભારતીય મૂળના દંપતીના હત્યારા પાકિસ્તાની નાગરિકને મોતની સજા મળવાની શક્યતા

દુબઇ : દુબઈમાં 18 જૂનના રોજ ચોરી કરવાના ઇરાદે ભારતીય મૂળના દંપતીના ઘરમાં ઘુસેલા અને દંપતી જાગી જતાં તેની હત્યા કરી નાખનારા આરોપી પાકિસ્તાની નાગરિકને મોતની સજા મળવાની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે બે વર્ષ અગાઉ ભારતીય મૂળના દંપતી હિરેન અઢિયા અનેતેના પત્ની  વિધિ અઢિયાના ઘરનું રીનોવેશન કરવા આવેલા આ પાકિસ્તાની મૂળના નાગરિકની દાનત બગડતા તે 18 જૂનના રોજ ચોરી કરવા આવ્યો હતો.પરંતુ દંપતી જાગી જતા તેની હત્યા કરી નાખી હતી.અને તેઓની પુત્રીને પણ ચાકુ મારી ઇજા પહોંચાડી નાસી છૂટ્યો હતો.

(6:20 pm IST)
  • સુરતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : 24 કલાકમાં 220 નવા કેસ : સિટીમાં 180 કેસ અને જિલ્લામાં વધુ 40 કેસ નોંધાયા : સિટીમાં કુલ 4893 કેસ અને જિલ્લામાં 587 કેસ મળીને કુલ પોઝિટિવ કેસની સંખ્યા 5480 થઇ : આજે વધુ 7 દર્દીના મોત થતા કુલ મૃત્યુઆંક 201 થયો :આજે વધુ 124 દર્દીઓ સાજા ડિસ્ચાર્જ કરતા થતા કુલ 3389 દર્દીઓને રજા અપાઈ access_time 8:46 pm IST

  • દિલ્હીમાં હાલત કાબુમાં : સહુએ અમારી મદદ કરી : શરૂઆતમાં કોરોના સંક્રમિત 100 કેસ પૈકી 31 પોઝિટિવ આવતા હતા : હવે 13 કેસ : મુખ્યમંત્રી કેજરીવાલ access_time 2:16 pm IST

  • ઉદ્ધવ સરકારનો નવો ફતવો : સરકારી ઓફિસોમાં મરાઠી ભાષાનો ઉપયોગ કરો : અમલ નહીં કરનારાનો પગાર નહીં વધે : ભવિષ્યમાં નોકરીમાંથી હાથ ધોવાની પણ નોબત આવશે access_time 8:38 pm IST