Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

અમેરિકાના ન્યૂજર્સીમાં આવેલા ગાયત્રી મંદિર piscataway ના પ્રવેશદ્વારમાં થર્મલ સ્કેનર મુકાયું : 15 જૂનથી મંદિર ખુલ્લું મુકાયું

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : તાજેતરમાં ન્યુજર્સી ગવર્નર તથા  અમેરિકાની C.D.C.  સૂચનો તથા ગાઈડ લાઇન્સને ધ્યાને રાખી ન્યુજર્સી સ્થિત ગાયત્રી મંદિર ,   સોમવાર 15 જૂનથી રાબેતા મુજબ દર્શન માટે ખુલ્લું મુકવામાં આવેલ છે.

અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રમુખ ડો.પ્રણવભાઈ પંડ્યાજી તથા શ્રદ્ધેયા શૈલ જીજીની પ્રેરણા અનુસાર piscataway  શહેરની મધ્યમાં આવેલ ગાયત્રી મંદિર સમાજ તથા લોકોપયોગી સેવાકીય ,આધ્યાત્મિક ,પ્રવૃતિઓ હાથ ધરી રહેલ છે.કોરોના મહામારીના સંકટ સમયે આજુબાજુના જરૂરિયાતમંદ પરિવારો, piscataway  સ્કૂલ બોર્ડના નાના ભૂલકાઓ ,તથા પોલીસ અને ટાઉનશીપ કામદારો માટે મફત સેન્ડવીચ ,પીઝા ,શુદ્ધ અને સાત્વિક પાઉંભાજી ,તથા ભારતીય આઇટમો પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ
તાજેતરમાં ગાયત્રી મંદિર તરફથી દર્શનાર્થે આવનાર ભક્તો માટે થર્મલ સ્કેનર પ્રવેશદ્વાર આગળ  ભક્તો માટે ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે.જેથી કરીને વ્યક્તિના શરીરનું ટેમ્પરેચર અને મોઢાને કવર કરતું માસ્ક પહેરેલું છે કે નહીં તે પણ મશીન સ્કેન કરી બતાવે છે.આ મશીનના ઉપયોગથી આવનાર દર્શનાર્થી નિશ્ચિંન્ત બનીને કોન્ફિડન્સ સાથે આધ્યાત્મિક વાતાવરણનો લાભ લઇ શકે છે.લોકોપયોગી અને સમાજને મદદરૂપ બનવાની ભાવનાને આજના કોરોના મહામારીના સમયમાં ગાયત્રી મંદિર piscataway  દ્વારા મૂર્તિમંત સાકાર કરી રહેલ છે.વધુ માહિતી માટે ( 732 ) 357-8200 ઉપર સંપર્ક સાધી શકાય છે.

(11:38 am IST)