Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

યુ.એસ.ના સાન જોસ કેલિફોર્નિયામાં આવેલા બાલાજી મઠ ટેમ્પલનો 7 મો વાર્ષિક સ્થાપના દિન ઉજવાયો : નવગ્રહ, ગણેશ, શિવ, નંદી,તથા દેવી કળશ ની સ્થાપના ,હોમ હવન તથા વેદિક મંત્રોચ્ચાર સાથે બાલાજીને અભિષેક કરાયો : સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

યુ.એસ.માં સાન જોસ મુકામે આવેલા બાલાજી મઠ ટેમ્પલના ઉપક્રમે 7 મો વાર્ષિક સ્થાપના દિવસ ઉજવાઈ ગયો.પીઠાધીશ્વર પૂજ્ય નારાયનાણંદ સ્વામીજીના અધ્યક્ષ સ્થાન હેઠળ 31 મે થી 2 જૂન 2019 દરમિયાન કરાયેલી ત્રિદિવસીય ઉજવણી અંતર્ગત દ્વાર પૂજા તથા ગ્રહ પ્રવેશ સાથે  નવગ્રહ,ગણેશ ,શિવ,નંદી,તથા દેવી કળશ ની સ્થાપના કરાઈ હતી.તથા દૂધ ,મધ ,માખણ ,સહિતની વસ્તુઓ તથા વેદિક મંત્રોચ્ચાર સાથે મહાલક્ષ્મીજીને અભિષેક કરાયો હતો.તથા હોમ હવનનું આયોજન કરાયું હતું સાથે  પ્રાર્થના, મંગલ આરતી ,ષોડશો પૂજન પ્રસાદ સહિત વિવિધ આયોજનો કરાયા હતા.બાલાજીના વિશ્વ સ્વરૂપ અવતારને અભિષેક કરાયો હતો.ત્રિદિવસીય સાંસ્કૃતિક આયોજનો કરાયા હતા.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે

(12:21 pm IST)