Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

UAE માં નોકરીની લાલચથી ગયેલી 4 ભારતીય યુવતીઓને ડાન્સ બારમા જવા મજબુર કરાઈ : ભારતીય રાજદૂત તથા રાજ્યકક્ષાના વિદેશ મિનિસ્ટરના પ્રયાસોથી મુક્ત થઇ

દુબઇ :  ઇવેન્ટ મેનેજમેન્ટમાં  નોકરીની લાલચ આપી ભારતથી UAE મોકલાયેલી  4 ભારતીય યુવતીઓને  એક રૂમમાં પુરી દઈ ડાન્સ બારમા જવા મજબુર  કરાઈ હતી. કોઇમ્બતુરની વતની આ 4 યુવતીઓ પૈકી એક યુવતી વ્હોટ્સ એપના માધ્યમ દ્વારા પોતાના પરિવારનો સંપર્ક સાધી શકવામાં સફળ થતા  હકીકત બહાર આવી હતી.પરિણામે ભારતના કોન્સ્યુલ જનરલ શ્રી વિપુલ તથા રાજ્યકક્ષાના મિનિસ્ટર શ્રી વી.મુરલીધરનના સંયુક્ત પ્રયાસોથી આ યુવતીઓ મુક્ત થઇ શકી હતી.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:53 am IST)