Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

કોવિદ -19 સંજોગોમાં ભારતના દિવ્યાંગોની વહારે અમેરિકાનું નોનપ્રોફિટ એનજીઓ : લોસ એંજલ્સના ' વોઇસ ઓફ સ્પેશિયલી એબલ્ડ પીપલ ' એ 1 લાખ ડોલર ભેગા કર્યા : દિવ્યાંગોને પીપીઈ કીટ્સ ,રાશન સહિતની વસ્તુઓ પુરી પાડશે

લોસ એંજલસ : કોવિદ -19 સંજોગોમાં ભારતના દિવ્યાંગોની વહારે અમેરિકાનું નોનપ્રોફિટ એનજીઓ આવ્યું છે.  લોસ એંજલ્સના ' વોઇસ ઓફ સ્પેશિયલી એબલ્ડ પીપલ ' એ આ માટે 1 લાખ ડોલર  ભેગા કર્યા  છે.જે ભારતના દિવ્યાંગોને પીપીઈ કીટ્સ ,રાશન સહિતની વસ્તુઓ પુરી પાડવા માટે  વપરાશે .

કોવિદ -19 લહેરને કારણે અસરગ્રસ્ત થયેલા તમામ ઉંમરના દિવ્યાંગોને રાહત સામગ્રી પુરી પાડવા કટિબદ્ધ આ સંગઠને અત્યાર સુધીમાં 4500 જેટલા દિવ્યાંગોને રાહત  સામગ્રી પહોંચાડી દીધી છે. કુલ 10 હજાર  દિવ્યાંગોને ઉપરોક્ત રાહત પહોંચાડવાનો લક્ષ્યાંક છે.તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.

(11:59 am IST)