Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

‘‘અવેકનિંગ'' : બ્રહ્માકુમારી સિસ્‍ટર શિવાની દ્વારા અપાતા વ્‍યાખ્‍યાનો : અમેરિકામાં બ્રહ્માકુમારીસની ૪૦ વર્ષની સેવાઓ નિમિતે કરાયેલું આયોજન : આવતીકાલ ૨ જુનના રોજ સાન્‍તા કલારા, ૩ જુનના રોજ સાન રામોત તથા ૪ જુન ૨૦૧૮ના રોજ સાક્રામાન્‍ટો કેલિફોર્નિયા મુકામે લહાવો

કેલિફોર્નિયા : અમેરિકામાં બ્રહ્માકુમારીસની ૪૦ વર્ષની સેવાઓની ઉજવણીના ભાગ રૂપે સિસ્‍ટર શિવાનીના આગમન પ્રસંગે ‘‘અવેકનિંગ'' પ્રોગ્રામનું આયોજન કરાયું છે. જે અંતર્ગત સાન્‍તા કલારા કેલિફોર્નિયામાં ૨ જુન ૨૦૧૮ શનિવારના રોજ સાન્‍તા કલારા કન્‍વેન્‍શન સેન્‍ટર ખાતે સવારે ૧૦ વાગ્‍યા દરમિયાન આયોજન કરાયું છે. બાદમાં સાન રામોન મુકામે ૩ જુન તથા સાક્રામાન્‍ટો મુકામે ૪ જુનના રોજ અવેકનિંગ કાર્યક્રમ અંતર્ગત પૂ.શિવાની દીદીના વ્‍યાખ્‍યાનનો લહાવો મળશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.(૪૬.૪)

(11:20 pm IST)
  • વિશ્વમાં શાંતિ જાળવી રાખવા ભારતીય સૈનિકોએ સૌથી વધુ બલિદાન આપ્યું :યુનાઇટેડ નેશનના મહાસચિવ એન્ટોનિયા ગુટેરેસે 70માં સ્થાપના દિવસે કહ્યું કે શહીદી વહોરવામાં સૌથી વધુ જવાનો ભારતના છે.: છેલ્લાં 70 વર્ષમાં વિશ્વમાં થયેલા પીસકિપિંગ મિશનમાં ડ્યૂટી દરમિયાન સૌથી વધારે શાંતિદૂત ભારતના જ શહીદ થયા છે. 163 ભારતીયોએ માત્ર માનવતાને ખાતર બલિદાન આપ્યું access_time 1:26 am IST

  • મેઘાલયમાં વિજય બાદ કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી :મેઘાલયની અપાતી વિધાનસભા સીટ પર કોંગ્રેસની જીતથી સૌથી મોટી પાર્ટી બનવા છત્તા વિપક્ષમાં બેસશે:60 સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસના હવે 21 ધારાસભ્યો થયા: સતાધારી એનપીપીથી એક સીટ વધુ છે :એનપીપીનાં નેતૃત્વવાળી સરકારમાં ભાજપના 2,યુડીપીના 6,પીડીએફના 4,એચએસપીડીપી2,એનસીપી 1,અને 2 અન્ય મળીને સરકાર બની છે access_time 1:17 am IST

  • શિવસેનાની માન્યતા રદ કરવા ચૂંટણીપંચ સમક્ષ માંગ :સેન્ટર ફોર અકાઉન્ટબીલીટી એન્ડ સિસ્ટમીક ચેન્જ (સીએએસસી )સંસ્થાના સચિવ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર ઓપી રાવતને આવેદન આપીને શિવસેનાની રાજકીય પાર્ટી તરીકે માન્યતા રદ કરવા માંગ કરાઈ :આવેદનમાં શિવસેનાના મુખપત્ર સામના ના સંપાદકીયનો ઉલ્લેખ છે જેમાં ચૂંટણી પંચ અને લોકતંત્રને સતાધારી પક્ષની રખૈલ ગણાવાઈ છે access_time 1:02 am IST