Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

વેબસાઇટના માધ્‍યમ દ્વારા મળવા બોલાવેલી મહિલા ઉપર સેકસી હુમલાઓ કરવા બદલ ઇન્‍ડિયન અમેરિકન સંજય ત્રિપાઠી કસૂરવાનઃ ૨ બાળકોના પિતા એવા ૪૮ વર્ષીય આઇ.ટી.એકઝીકયુટીવ ત્રિપાઠીએ ગીફટ આપવાના બહાને મહિલાને રૂમમાં લઇ જઇ પરાણે પ્રિત કરતાં જેલમાં જવાની નોબત

નોર્થ કેરોલિનાઃ ઇન્‍ડિયન અમેરિકન આઇ.ટી.એકઝીકયુટીવ ૪૮ વર્ષીય સંજય ત્રિપાઠીને ૩૮ વર્ષીય ખૂબસૂરત મહિલા ઉપર સેકસી હુમલાઓ કરી ઇજાઓ પહોંચાડવા બદલ મેનહરન કોર્ટએ કસૂરવાન ગણ્‍યો છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

નોર્થ કેરોલિના સ્‍થિત ત્રિપાઠીએ વેબસાઇટના માધ્‍યમ દ્વારા ૧૫ જુન ૨૦૧૬ના રોજ એક ખૂબસૂરત મહિલાને ડેટીંગ દ્વારા મળવા બોલાવી હતી. જયાં હોટલ બારમાં મહિલા સાથે ડ્રીંક લીધા બાદ તેને ગીફટ આપવાના બહાને રૂમમાં લઇ જઇ તેના ઉપર સેકસી હુમલાઓ કરી ઇજાઓ પહોંચાડતા મહિલાએ ફરિયાદ કરી હતી. જે આરોપો પૂરવાર થતા તેને દોષિત ગણવામાં આવ્‍યો છે. ૧૮ જુલાઇના રોજ આ ત્રિપાઠી કે જે બે બાળકોનો પિતા છે. તેને સજા ફરમાવાશે. જે વધુમાં વધુ ૨૫ વર્ષ સુધીની થઇ શકે છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:17 pm IST)
  • પુણેમાં શરદ પવાર અને નીતિન ગડકરીની ગુપ્ત મીટિંગથી રાજકારણમાં ગરમાવો :પુણેની ફાઈવ સ્ટાર હોટલમાં કેન્દ્રીય મંત્રી ગડકરીએ પત્રકારોને સંબોધિત કરી સરકારની ચાર વર્ષની સિદ્ધિઓ વર્ણવ્યા બાદ બંને દિગ્ગ્જ નેતાઓની હોટલમાં મુલાકાત થઇ :બંનેની પાર્ટીના કોઈપણ નેતાને આ વાતની જાણકારી નથી access_time 1:25 am IST

  • જમ્મુ કાશ્મીરના પુલવામાં સીઆરપીએફના વાહન ઉપર આતંકીઓનો હુમલોઃ કોઈ જાનહાની નથી access_time 4:30 pm IST

  • બનાસડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાશે : 4 જૂનના યોજાશે ચેરમેન,વાઇસ ચેરમેનની ચૂંટણી : અઢીવર્ષની ટર્મ પુર્ણ થતા યોજાશે ચૂંટણી : શંકર ચૌધરી છે બનાસડેરીના ચેરમેન : ડેરીની ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો : ફરી શંકર ચૌધરી ચેરમેન બને તેવી પ્રબળ શક્યતા access_time 8:35 pm IST