Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

કોરોનાની ભયંકર મહામારી વચ્ચે અમેરિકામાં વસતા ભારતના ડોક્ટરો વતનની વહારે : અમેરિકન એશોશિએશન ઓફ ફિઝિશિયન ઓફ ઇન્ડિયન ઓરિજીન ( આપી ) ના 75000 તબીબોએ ઓક્સિજન માટે 1000 ઓક્સિજન કોનસનટ્રેટર્સ મોકલ્યા : તથા 500 જેટલા વેન્ટિલેટર્સ અને બીજા ઓક્સિજન કોનસનટ્રેટર્સ રવાના કર્યા

દિપ્તીબેન જાની દ્વારા , ન્યુજર્સી  : ભારતની કોરોનાની ભયંકર મહામારી માટે ભારતમાં તો ઘણી મદદ કરી રહ્યા છે.પરંતુ પરદેશથી અને ખાસ કરીને અમેરિકામાંથી જુદી જુદી વ્યક્તિઓ ,જુદી જુદી સંસ્થાઓ જે થઇ એ બધા પ્રયત્નો કરી રહ્યા છે.અને માનવતાનું ઉત્તમ દૃષ્ટાંત પૂરું પાડી રહ્યા છે.

અમેરિકામાં વસતા ભારતીય ડોક્ટરોની સંસ્થા ' આપી ' ( અમેરિકન એશોશિએશન ઓફ ફિઝિશિયન ઓફ ઇન્ડિયન ઓરિજીન ) માં લગભગ 75000 જેટલા ડોક્ટરો છે.તેઓએ તાકીદે થોડા દિવસો પહેલા મિટિંગ બોલાવી હતી.અને યુ.એસ.એ. ગવર્નમેન્ટને ભારતમાં મદદ કરવા માટે વિનંતી કરી હતી.અને તેનું પરિણામ પણ સારું મળ્યું . ભારતના ડોક્ટરો સાથે તેમણે ' ટેલી હેલ્થ કન્સલ્ટેશન ' નો એક નવો વિભાગ શરૂ કર્યો .જે ખુબ પ્રશંસનીય છે.
ઉપરાંત કોવિદને લગતી દરેક માહિતી માટે ' આપી કોવિદ રિસ્પોન્સ ' ની સ્થાપના કરી અમૂલ્ય સેવાઓ આપી રહ્યા છે. મિટિંગમાં બધા હોદેદારોએ ખુબ સારી રીતે ચર્ચા કરી હતી. 

અને વેબસાઈટ ડેવલપ કરી છે.એટલે ભારતના કોઈપણ રાજ્યમાં ક્યાંય પણ ડોક્ટર્સને સંપર્ક કરવો હોય તો તેઓ સીધું માર્ગદર્શન મેળવી શકશે.

આપીના સદસ્ય અને રાજકોટના વતની ડો.પ્રદીપ કણસાગરાના જણાવ્યા મુજબ જેટલી વસ્તુઓ મોકલી શકાય તેટલી વસ્તુઓ મોકલવા માટેના ખુબ જ સઘન પ્રયત્નો ' આપી ' યુ.એસ.એ. દ્વારા થઇ રહ્યા છે. ' આપી ' ને ખુબ ખુબ અભિનંદન .

ઓક્સિજન માટે 1000 ઓક્સિજન કોનસનટ્રેટર્સ સેવા ઇન્ટરનેશનલના સહકારથી મોકલી આપ્યા છે.500 જેટલા વેન્ટિલેટર્સ અને બીજા ઓક્સિજન કોનસનટ્રેટર્સ પણ મોકલી રહ્યા છે.

' આપી ' કોવિદ રિસ્પોન્સની આ મિટિંગમાં અમેરિકા અને ઇન્ડિયાના ડોક્ટરોને ' આપી ' ના વાઇસ પ્રેસિડન્ટ ડો.રવિ કોલી અને પ્રેસિડન્ટ ઇલેકટ ડો.અનુપમા તેમજ ઉત્સાહી સેક્રેટરી ડો.અમિત ચક્રવર્તીએ માર્ગદર્શન આપ્યું હતું. તેમજ બધાએ ખુબ ઉત્સાહ બતાવ્યો હતો. બીજા ડોક્ટરો જેમણે વેબસાઈટ અને ટેલી હેલ્થ કન્સલ્ટેશન કરી રહ્યા છે તે ડોક્ટરોએ પણ સારો રસ બતાવ્યો હતો.માહિતી આપી હતી.આપણા ઉપર આવી પડેલી આફતમાંથી સારી રીતે નીકળી શકીએ તેવા પ્રયત્નો કરી રહ્યા છે.

ઈન્ડિયાથી પણ જુદા જુદા રાજ્યોમાંથી ઘણા ડોક્ટરો મિટિંગમાં હાજર રહ્યા હતા. 

(8:29 pm IST)