Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

''પ્રથમ USA'': ભારતના જરૂરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે શિક્ષણ પુરૂ પાડતી નોનપ્રોફિટ સંસ્થાઃ હયુસ્ટન ચેપ્ટર આયોજીત ફંડ રેઇઝીંગ પ્રોગ્રામમાં ૪.૫ મિલીઅન ડોલર ભેગા થઇ ગયા

હયુસ્ટનઃ ભારતના જરૂરીયાતમંદ બાળકોને શિક્ષણ આપવા કાર્યરત ''પ્રથમ''ના હયુસ્ટન ચેપ્ટરે ૨૦ એપ્રિલ ૨૦૧૯ના રોજ યોજેલ ફંડ રેઇઝીંગ પ્રોગ્રામમાં રેકોર્ડબ્રેક ૪.૫ મિલીયન ડોલર ભેગા થઇ ગયા હતા.

આ તકે ૧૯૯૯ની સાલમાં પ્રથમ USAના ફાઉન્ડર બિઝનેસમેન તથા માનવતાવાદી કાર્યો કરવા માટે સુવિખ્યાત શ્રી વિજય ગોરડીયાની કામગીરી દર્શાવતા વીડિયોનું નિદર્શન કરાવાયું હતું.

ફંડ રેઇઝીંગ ગાલા પ્રોગ્રામમાં અનેક નામાંકિત અગ્રણીઓએ મોટી રકમના ડોનેશન આપ્યા હતા. પ્રોગ્રામમાં કોન્સ્યુલ જનરલ ડો.અનુપમ રાય,ઇલિનોઇસ કોંગ્રેસમેન રાજા ક્રિશ્નામુર્થી, બોલીવુડ સુપર સ્ટાર અનિલ કપૂર સહિત અનેક આગેવાનોએ હાજરી આપી હતી. ૯૦૦ ઉપરાંત આમંત્રિતો હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે પ્રથમ USA દ્વારા અત્યાર સુધીમાં ૬૦ મિલીયન જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ આપી પગભર કરાયા છે. તેવું  IAN દ્વારા જાણવા મળે છે.

(9:04 pm IST)