Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

ગોંડલના તબીબ અમેરિકામાં કોરોનાના દર્દીઓને કરે છે સારવાર : જીવનના જોખમે ફરજ પર હાજર

ભોજરાજપરાની ગલીઓમાં બાળપણ વિતાવી સુરેન્દ્રનગરમાં એમબીબીએસની ડિગ્રી મેળવી અને યુએસએમાં એમડી થઈને ન્યુયોર્કમાં બજાવે છે ફરજ

રાજકોટ :મૂળ ગોંડલના યુવાન તબીબ અમેરિકામાં કોરોના દર્દીઓની સારવાર કરી રહ્યાં છે ગોંડલના ભોજરાજપરાના ફેનિલ કોટડીયાએ સુરેન્દ્રનગરમાં એમબીબીએસની ડિગ્રી મેળવી, એમડી ની ડિગ્રી યુએસએમાં મેળવી હાલ ન્યુયોર્કમાં તબીબ તરીકે ફરજ બજાવતા ડોક્ટર ફેનીલ કોટડીયા જીવને જોખમમાં મૂકીને પોતાના કર્તવ્ય પ્રત્યે નિષ્ઠા દાખવી કોરોના પોઝિટિવદર્દીઓની સારવાર કરી રહ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે ન્યૂયોર્ક શહેરની હાલત દિવસે ને દિવસે બદતર બની રહી છે જેટલા દર્દી સાજો થાય છે તેના કરતાં વધારે દર્દી હોસ્પિટલોમાં દાખલ થઇ રહ્યા છે.
   અમેરિકામાં (USA) વસવાટ કરતા ભારતીયો અને ત્યાંના તબીબો ભારત સરકાર દ્વારા લેવાયેલા લોકડાઉનના (Lockdown) નિર્ણયને સરાહનીય ગણાવી રહ્યા છે 134 કરોડ થી વધુ વસ્તીવાળા દેશને સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવો એ કોઇ સામાન્ય બાબત નથી.અમેરિકામાં બધાને પોતાના જીવનની પડી છે બીજાનું શું થાય છે એ જાણવામાં કોઈને રસ નથી ત્યારે ભારતમાં આ પરિસ્થિતિમાં શ્રમિકો મજૂરો ગરીબોની મદદે જુદી-જુદી સંસ્થાઓ અને સેવાભાવી વ્યક્તિઓ કામ કરી રહ્યા છે.
ડોક્ટર ફેનીલ કોટડીયા હાલ મહામારી ના સમયે પોતાના ઘરે પણ જઈ શકતા નથી અને પોતાના ઘરની બાજુની સોસાયટીમાં જ તબીબી મિત્ર સાથે રહે છે જેનું મુખ્ય કારણ છે પરિવારથી દૂર રહી પરિવારજનોને સુરક્ષિત રાખી શકાય ફરજ પરથી પરત ફર્યા બાદ દૂધ શાકભાજી અને જરૂરી ચીજવસ્તુઓ ઘરે લાવે છે પરંતુ ઘરમાં પ્રવેશ કરતા નથી દરવાજે મૂકી બાજુની સોસાયટીમાં જતા રહે છે

એક ડોક્ટર તરીકે સોશિયલ ડિસ્ટન્સનું શું મહત્વ છે તે સમજાવી રહ્યા છે.વિશ્વના બીજા દેશોની સરખામણીમાં ભારતના લોકોની રોગ પ્રતિકારક શક્તિ સારી છે જે ભારતનો પ્લસ પોઈન્ટ છે લોકો જો લોકડાઉન નું ચુસ્ત પાલન કરે તો ભારત આ મહામારીમાં આખી દુનિયા માં શ્રેષ્ઠ કામગીરી કરનાર દેશ બનશે તેવુ અંતમાં જણાવી લોકડાઉન નું પાલન કરવા અનુરોધ કર્યો હતો.

(10:00 pm IST)