Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

" કોવિદ -19 " : અમુક દવાઓની નિકાસ ઉપરનો પ્રતિબંધ હટી જવાની શક્યતા : અમેરિકામાં વધી રહેલા કોરોના વાઇરસ કેસને કારણે ભારત સરકાર ઉપર દબાણ

ન્યુદિલ્હી : વર્તમાન કોરોના વાઇરસની દહેશતને કારણે ભારત સરકારે નિકાસ ઉપર પ્રતિબંધ મૂકી દીધા છે.તેવા સંજોગોમાં અમેરિકન સરકાર ભારત સરકાર ઉપર અમુક દવાઓ મોકલવા માટે દબાણ કરી રહી હોવાનું જાણવા મળે છે.ખાસ કરીને અમેરિકામાં વધી રહેલા કોરોના વાઇરસના કેસ અને વરતાઈ રહેલી દવાઓની તંગીના કારણે અમુક પ્રકારની દવાઓ ની નિકાસ ઉપર પ્રતિબંધ હટી શકે છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:28 pm IST)