Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

સ્કૂલો બંધ હોવાથી બાળકો આરામથી ઘરમાં બેસે : વારંવાર હાથ ધોતા રહે : પોતાના દેશ માટે ગૌરવ અનુભવે : કોરોના મહામારી વચ્ચે અમેરિકાના પ્રેસિડન્ટનો દેશની ભાવિ પેઢીને સંદેશ : અત્યાર સુધીમાં 1લાખ 4 હજાર ઉપરાંત લોકો કોરોનાથી સંક્રમિત હોવાથી સાવચેતી જરૂરી

વોશિંગટન : વિશ્વ વ્યાપ્ત કોરોના વાયરસે અમેરિકામાં  વધુ હાહાકાર મચાવ્યો છે.જે મુજબ અત્યાર સુધીમાં 1,04,256 લોકો કોરોનાથી સંક્રમિત છે.કંપનીઓમાં ઉત્પાદનો બંધ છે.મોટા ભાગના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની સૂચના આપી દેવાઈ છે.બજારો બંધ થઇ ગઈ છે.તેમજ સ્કૂલોમાં પણ રજા જાહેર કરી દેવાઈ છે.આ સંજોગોમાં પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આપણે સહુ સાથે મળીને કોરોના વાઇરસ સામેના યુદ્ધમાં વિજયી બનીશું .લોકો પુરેપુરો સહકાર આપે.
પત્રકારોએ સ્કૂલો બંધ હોવાથી બાળકો માટે શું સંદેશ છે તેવું પૂછતાં તેમણે જણાવ્યું હતું કે બાળકો આરામથી ઘરમાં બેસે.માતાપિતા સાથે રહે.વારંવાર હાથ ધોતા રહે તેમજ તેઓ વિશ્વના સૌથી મહાન દેશના નાગરિક હોવા બદલ ગૌરવ અનુભવે તેમ જણાવ્યું હતું.

(6:22 pm IST)