Gujarati News

Gujarati News

News of Monday, 1st April 2019

ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ માટે જતા ભારતીય સ્ટુડન્ટ્સ માટે લાલ જાજમ : નવી વિઝા પોલિસી મુજબ હવે અભ્યાસ પૂરો થયા બાદ 2 વર્ષને બદલે 3 વર્ષ માટેના વર્ક વિઝા : બાદમાં કાયમી નિવાસનો વિકલ્પ

ઓસ્ટ્રેલિયા : ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ માટે જતા ભારતીય સ્ટુડન્ટ્સ માટે નવી વિઝા પોલિસી મુજબ હવે અભ્યાસ પૂરો થયા બાદ 2 વર્ષને બદલે  3 વર્ષ માટેના વર્ક વિઝા મળી શકશે તેમજ અભ્યાસ દરમિયાન 7 લાખ રૂપિયા જેટલી સ્કોલરશીપ પણ મળી શકશે અને વર્ક વિઝાની મુદત પુરી થયા બાદ કાયમી નિવાસનો વિકલ્પ પણ મળી શકશે

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે એટલેકે 2018 ની સાલમાં ભારતથી 1 લાખ ઉપરાંત વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા ગયા હતા.હાલમાં ઓસ્ટ્રેલિયા સ્થિત વિદેશી સ્ટુડન્ટ્સ માં ભારતીયો 25 ટકા જેટલા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:52 pm IST)