Gujarati News

Gujarati News

News of Monday, 1st April 2019

અમેરિકામા ઓબામા કેર નાબૂદ કરવાના ટ્રમ્પ શાષનના નિર્ણય વિરુદ્ધ આવતીકાલ 2 એપ્રિલના રોજ હાઉસમાં વોટિંગ : ડેમોક્રેટ સાંસદો આ નિર્ણય વિરુધ્ધ મતદાન કરી વિરોધ વ્યક્ત કરશે

વોશિંગટન : અમેરિકાના પૂર્વ પ્રેસિડન્ટ બારાક ઓબામાના કાર્યકાળ  દરમિયાન શરૂ કરાયેલ એફોર્ડેબલ હેલ્થ કેર કે જે ઓબામા કેર તરીકે ઓળખાય છે તે નાબૂદ કરવાનો ટ્રમ્પ શાષન એ નિર્ણય લેતા તેનો દેશમાં વિરોધ થઇ રહ્યો છે.આ નિર્ણય વિરુદ્ધ શુક્રવારે  હાઉસમાં મુકાયેલા  પ્રસ્તાવ ઉપર આવતીકાલ 2 એપ્રિલ મંગળવારના રોજ વોટિંગ થશે.જેના સમર્થનમાં ડેમોક્રેટ સાંસદો વોટિંગ કરી ટ્રમ્પ વહીવટી શાષનના આ નિર્ણય વિરુધ્ધ મતદાન કરશે

ઉલ્લેખનીય છે કે 23 માર્ચ 2010 ના રોજ બારાક ઓબામાના શાષન દરમિયાન ઉપરોક્ત હેલ્થ કેર એક્ટ અમલી બન્યો હતો.

(12:48 pm IST)