Gujarati News

Gujarati News

News of Saturday, 1st February 2020

અમેરિકામાં 'સપોર્ટ ઓફ ઇન્ડિયા' ના ઉપક્રમે ભારતનો પ્રજાસતાક દિવસ ઉજવાયોઃ સમરસેટ ન્યુજર્સી મુકામે કરાયેલ ઉજવણીમાં ૩૦૦ ઉપરાંત ભારતીયોની ઉપસ્થિતિ

        (દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ અમેરિકામાં નવે. ર૦૧૯ માં લોંચીગ કરાયેલા સપોર્ટ ન્યુ ઇન્ડિયા નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશનના ઉપક્રમે તાજેતરમાં ર૬ જાન્યુ.ર૦ર૦ ના રોજ ભારતનો ૭૧ મો પ્રજાસત્તાક દિવસ ઉજવાઇ ગયો.

         વડતાલ ધામ શ્રી સ્વામિનારાયણ મંદિર, સમરસેટ, ન્યુજર્સી મુકામે કરાયેલી ઉજવણીમાં ૩૦૦ ઉપરાંત સ્થાનિક ભારતીયો હાજર રહ્યા હતા.

         ઉજવણીની શરૂઆત અમેરિકા તથા ભારતના રાષ્ટ્રગીતના ગાનથી કરાઇ હતી. જે હાઇસ્કુલ સ્ટુડન્ટસ અનિકા પટેલ તથા ઉમેશ પટેલના કંઠે ગવાયા હતા. બાદમાં શ્રી પિયુષ પટેલ તથા શ્રીધર ચિલ્લારાએ સહુને પ્રજાસત્તાક દિનની શુભેચ્છા પાઠવી હતી. તેજમ વતનને સમૃધ્ધ બનાવવા સપોર્ટ ન્યુ ઇન્ડિયાને સમર્થન આપવા અનુરોધ કર્યો હતો.

         રંગબેરંગી વસ્ત્રોમાં સજજ બાળકો તથા યુવાનોએ દેશભકિત સભર ગીતો ગાયા હતા. તેમજ ભારતના ધ્વજ સાથે સ્ટેજ ઉપર ડાન્સ રજુ કરાયા હતા.

         આ તકે શ્રી ઉમેશ પટેલ તથા ડો. તુષાર પટેલએ દેશભકિત સભર ગીતો ગાઇ સહુને મંત્રમુગ્ધ કરી દીધા હતા. વિમેન સેલના પ્રેસિડન્ટ સુશ્રી દિપ્તીબેન જાની, સુશ્રીી દિપ્તીબેન વ્યાસ, સુશ્રી જયશ્રીબેન વ્યાસ, સુશ્રી કલપનાબેન પરીખ, સુશ્રી ડીમ્પલબેન પટેલ, તેમજ સુશ્રી સ્મિતાબેન ગાંધીએ સહુને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવી હતી. તથા સુશ્રી દિપ્તીબેન જાનીએ આ ઓર્ગેનાઇઝેશન દ્વારા મહિલા સશકતિકરણના ભાગ રૂપે ભારતની જરૂરીયાતમંદ બહેનોને સેનેટરી નેપકિન પુરા પાડવાના પ્રોજેકટમાં જોડાવવા અનુરોધ કર્યો હતો.

         યુથ સેલના શ્રી ઋષિ પટેલએ ભારતના જરૂરિયાતમંદ સ્ટુડન્ટસ માટેના એજયુકેશન પ્રોજેકટમા જોડાવવા સહુને વિનંતી કરી હતી. ડો. તુષાર પટેલએ ભારતના ગ્રામ્ય વિસ્તારોના લોકો માટે ચલાવાઇ રહેલ હેલ્થ કેર પ્રોજેકટ વિષે માહિતી આપી હતી. સુશ્રી શિલ્પા પટેલ, સુશ્રી સોનલ રાવલ તથા સુશ્રી જોલી પટેલએ ઓર્ગેનાઇઝેશન સંચાલિત ભારતની મહિલાઓ માટેના પ્રોજેકટમા જોડાવવા ઉપસ્થિત બહેનોને વિનંતી કરી હતી.

         આ તકે કોમ્યુનિટી માટે નિસ્વાર્થ સેવાઓ આપનાર વોલન્ટીયર્સનું પ્રશિસ્ત પત્ર આપી સન્માન કરાયુ હતુ. જેમાં ડો. રાજા બાંડારૂ, સુશ્રી બીનાબેન શાહ, શ્રી મહેન્દ્ર પટેલ, શ્રી ચંદ્રકાંત ઝવેરી, શ્રી કનુ પટેલ, તથા શ્રી હરિભાઇ દેસાઇનો સમાવેશ થતો હતો જેમનો પરિચય શ્રી ધર્મેશ પટેલએ આપ્યો હતો.  પ્રોગ્રામ ચેરમેનશ્રી અતુલ વડોદરીયાએ સહુનો આભાર માન્યો હતો. ઉજવણીને સફળ બનાવવા ટ્રેઝરર શ્રી નિમિષ પટેલ તથા શ્રી સમીર રાવલ, શ્રી નરેન્દ્ર પટેલ સહિતના અગ્રણીઓ તેમજ કમિી મેમ્બર્સ, વોલન્ટીયર્સ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. બ્રેકફાસ્ટ તથા લંચની વ્યવસ્થા મંદિર દ્વારા કરાઇ હતી.

         સપોર્ર્ટ ઇન્ડિયાને સતત સમર્થન આપી રહેલા અગ્રણીઓમાં શ્રી ગૌતમ  પટેલ, શ્રી પિયુષ પટેલ, શ્રી શ્રીધર ચિલ્લારા, શ્રી કિરણ પટેલ તથા તથા શ્રી નિમિષ ભટ્ટ તેમજ કમિટી મેમ્બર્સ અને વોલન્ટીયર્સનો સમાવેશ થાય છે. જેમાં મહિલાઓ, યુવાનો સહિત તમામ લોકો વતનનું ચિત્ર બદલવા કાર્યરત છે. જે અંતર્ગત વીમેન યુથ, ટુરીઝમ હેલ્થકેર સેવાઓ, કુદરતી આફતો વખતે મદદ એજયુકેશન, સહિત તમામ પ્રોજેકટ દ્વારા વતનનું ઋણ ચુકવવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

         વિશેષ માહિતી માટે www.supportnewindia.org અથવા ઇમેલ info@supportnewindia.org  નો સંપર્ક સાવધા જણાવાયુ  છે. તેવું શ્રી પ્રદિપ શાહના ફોટો સૌજન્ય સાથે શ્રી તુષાર પટેલની યાદીમાં જણાવાયું છે.

(12:00 am IST)