Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

અમેરિકામાં પદ્માવતનું 'ધૂમર સોન્ગ 'વાયરલ :બાસ્કેટબોલ મેચ પહેલા અમેરિકન-ઇન્ડિયન ડાન્સરોએ કર્યું પરફોર્મ

સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતનું ઘૂમર સોન્ગ અમેરિકામાં પણ વાયરલ થયું છે અને પરફોર્મ થયું છે  હાલમાં ફિલ્મના આલ્બમ બહાર આવી ગયું છે પરંતુ  સૌથી પહેલા ઘૂમર સોન્ગ રીલિઝ કરાયું હતું જો કે મધ્યપ્રદેશની એક સ્કૂલમાં જ્યારે આ ગીત પર બાળકો પર્ફોમન્સ આપી રહ્યા હતા ત્યારે અમુક અસમાજીક તત્વોએ ત્યાં તોડફોડ કરી હતી.આ સિવાય ફિલ્મ મેકર્સે VFXનો ઉપયોગ કરીને ઘુમર સોન્ગમાં દીપિકાના કોસ્ચ્યુમમાં પણ ફેરફાર કરવો પડ્યો હતો.

 આ  બધા વિવાદ પછી પણ લોકો આ ગીતને ખુબ પસંદ કરી રહ્યા છે. માત્ર ભારતમાં જ નહીં, અમેરિકામાં પણ ઘૂમરના ઘણાં ફેન્સ છે.અમેરિકામાં NBA બાસ્કેટબોલ મેચ પહેલા અમેરિકન-ઈન્ડિયન ડાન્સર્સે ઘૂમર પર ડાન્સ કર્યો હતો. ત્યાં હાજર લોકોએ પણ ખુબ મજા કરી હતી.

(7:04 pm IST)