Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવેલા જો બિડનની ડિજિટલ ટીમમાં સુશ્રી આઈશા શાહને સ્થાન : ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા પ્રજા અને સરકાર વચ્ચે સેતુ સમાન કામગીરી બજાવશે

વોશિંગટન : ઇન્ડિયન અમેરિકન મહિલા શુશ્રી આઈશા શાહ એ પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવેલા જો બિડનની ડિજિટલ ટીમમાં સ્થાન મેળવ્યું છે.
28 ડિસેમ્બરના રોજ બીડને જાહેર કરેલી આ ટીમમાં સમાવિષ્ટ 12 ડેમોક્રેટ્સમાં સુશ્રી આઈશાને સ્થાન આપ્યું છે.તેઓ ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા પ્રજા અને સરકાર વચ્ચે સેતુ સમાન કામગીરી બજાવશે .

ભારતના કાશ્મીરમાં જન્મેલા અને લુસિયાનામાં ઉછરેલા સુશ્રી શાહ આ અગાઉ જો બિડન તથા સુશ્રી કમલા હેરિસના ચૂંટણી કમપેનમાં ડિજિટલ પાર્ટનરશીપ મેનેજર તરીકે ફરજ બજાવી ચુક્યા છે.

(8:52 am IST)