Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

અમેરિકામાં શ્રી સ્વામીનારાયાણ ગુરુકુલ ડલાસના આંગણે વચનામ્રુતની 201મી જયંતી ઉજવાઈ : 1000 ઉપરાંત દર્શનાર્થીઓએ ઉત્સવનો ઓનલાઇન લાભ લીધો

ડલાસ : વચનામ્રુત એટલે પૂર્ણ પુરુષોત્તમ નારાયણની પરાવાણી અને સ્વામીનારાયાણ સંપ્રદાયના સંતો અને હરીભક્તો માટે વચનામ્રુત તો મોક્ષનુ ભાથુ છે. શ્રીજી મહારાજની અસીમ ક્રુપાથી અમેરિકામાં શ્રી સ્વામીનારાયાણ ગુરુકુલ ડલાસના આંગણે પણ તા. 12-18-20 ના રોજશુક્રવારે વચનામ્રુતની  201મી જયંતીનો મહોત્સવ ઉજવાયો હતો. 1000 ઉપરાંત દર્શનાર્થીઓએ ઉત્સવનો ઓનલાઇન લાભ લીધો હતો, દસ દિવસમાં સહુ હરિભક્તોએ મળીને 31 જેટલા વચનામ્રુતના પાઠ કર્યા હતા. પૂ. શાંતિપ્રિય સ્વામીએ આ હરિભક્તોની યાદી પ્રભુના ચરણોમા અર્પણ કરી સહુને ખુબ રાજીપો પાઠવ્યો હતો.

ચાર વેદ, અઢાર પુરાણ, ભગવતગીતા, ઉપનિષદો અને ષટ્ શાસ્ત્રોનો નિચોડ અર્થાત્ સાર એટલે વચનામ્રુત - આ વાંચનામૃતની સહુ પ્રથમ પ્રત સદગુરુ નિત્યાનંદ સ્વામીએ મહારાજને લોયામાં અર્પણ કરી તેની આ 200મી જયંતી પણ  છે. તે નિમિત્તે મહારાજને વાચનમૃતની પ્રત અર્પણ થતી હોય તેવા સંદેશને સચોટ અને સુંદર રીતે રજુઆત કરતી ભવ્ય કેક ભગવાનને ધરાવી હતી. પૂ. શાંતિપ્રિયદાસજી સ્વામી અને પૂ. નિર્ગુણજીવનદાસજી સ્વામીએ સુંદર વચનામ્રુત પુજન કરાવ્યું હતું. સહુ હરિભક્તોએ ઘરે બેઠા આ પૂજનનો લાભ લીધો હતો. પૂ. ધર્મકિશોરદાસજી સ્વામીએ સુંદર કીર્તન ભક્તિનો લાભ આપ્યો હતો અને પૂ. ભગવતચરણદાસજી સ્વામીએ વચનામ્રુતનો અનેરો મહિમા સમજાવ્યો હતો. તેવું શ્રી સુભાષ શાહની  યાદી દ્વારા જાણવા મળે છે.

 

(8:35 pm IST)