Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

ઇન્ડિયન અમેરિકન હોમિયોપેથી ફિઝિશિયન ડો.ભાસ્કર શર્માનું બહુમાન : કોવિદ -19 સંજોગોમાં લોકોના આરોગ્યની કાળજી લેવા બદલ ડોનાલ્ડ ટ્રમ્પએ સન્માન કર્યું : પ્રેસિડન્શીઅલ એક્ટિવ લાઈફ ટાઈમ એવોર્ડ તથા પ્રેસિડન્શીઅલ યુથ એવોર્ડ એનાયત

વોશિંગટન : ઇન્ડિયન અમેરિકન હોમિયોપેથી ફિઝિશિયન ડો.ભાસ્કર શર્માનું ડોનાલ્ડ ટ્રમ્પએ સન્માન કર્યું છે.  કોવિદ -19 સંજોગોમાં લોકોના આરોગ્યની કાળજી લેવા બદલ તેમને સન્માનિત કરાયા હતા.તેમને પ્રેસિડન્શીઅલ એક્ટિવ લાઈફ ટાઈમ એવોર્ડ તથા પ્રેસિડન્શીઅલ યુથ એવોર્ડ એનાયત કરાયા હતા.

ઉત્તર પ્રદેશના વતની ડો.ભાસ્કરએ લોકોને રોગો થતા અટકાવવા માટે સતત માર્ગદર્શન આપ્યું હતું.તેમણે અનેક સંશોધન પત્રો લખ્યા છે.તથા પુસ્તકો પ્રસિદ્ધ કર્યા છે.તથા અનેક એવોર્ડ મેળવેલા છે.

હોમીઓપેથી ફિઝીશીઅનના નાતે એવોર્ડ મેળવનાર તેઓ કદાચ સૌપ્રથમ ફિઝિશિયન છે.એવોર્ડ મળવા બદલ તેમણે જણાવ્યું હતું કે આરોગ્યની સારવાર માટે હોમીઓપેથી શ્રેષ્ઠ ઈલાજ છે.

(8:29 pm IST)