Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

સાઉદી અરેબિયા સ્થિત મહિલા એક્ટિવિસ્ટ સુઝેન અલ હથલોલને 6 વર્ષની જેલ : મહિલાઓને ડ્રાયવિંગ કરવાનો અધિકાર આપવા માટે ઝુંબેશ ચલાવી હતી

દુબઇ : કડક કાયદાઓ માટે કુખ્યાત સાઉદી અરેબિયામાં મહિલાઓને ડ્રાયવિંગ લાયસન્સ આપવાની ઝુંબેશ ચલાવનાર મહિલા એક્ટિવિસ્ટ સુઝેન અલ હથલોલને 6 વર્ષની જેલસજા થઇ છે.

આ મહિલા ઉપર આતંકવાદ વિરુદ્ધનો કાયદો લાગુ કરી ઉપરોક્ત સજા ફરમાવાઈ છે.

ઉલ્લેખનીય છે કે આ મહિલા છેલ્લા 2018 ની સાલથી જેલમાં છે.તેથી સાઉદી સરકારના ઉપરોક્ત દમન વિરુદ્ધ અમેરિકા તથા યુરોપ સંઘમાં પણ વિરોધનો વંટોળ ઉઠ્યો છે.તેમજ માનવ અધિકાર પંચે પણ વાંધો લેતા મહિલાની સજા ઘટાડવામાં આવી છે.જે 2 વર્ષ અને 10 મહિના કરાઈ છે.તેટલો સમય તે જેલમાં વિતાવી ચુકી છે.

(1:45 pm IST)