Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

' ગુડ કર્મ ' : અમેરિકાના લોસ એંજલસમાં શરૂ કરાયેલું નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશન : આશ્રયહીન લોકોને ભોજન પૂરું પાડવાની નેમ : છેલ્લા 20 સપ્તાહમાં 8 હજાર ફૂડ ડીશ ,8500 જેટલી પાણીની બોટલ ,2 હજાર જેટલા ફેસ માસ્ક ,તથા એક હજાર જેટલી હાઇજીન કિટ્સનું વિતરણ કરાયું

લોસ એંજલસ : અમેરિકાના લોસ એંજલસમાં વાઇલ્ડલેન્ડ ફાયર ફાઈટર શ્રી વિશાલ નારાયણ તથા તેમના પિતાશ્રી આશિષ નારાયણે કોવિદ -19 સંજોગોમાં અશ્રયહિન લોકોને ગરમાગરમ ભોજન પૂરું પાડવા નોનપ્રોફિટ ' ગુડ કર્મ ' ઓર્ગેનાઇઝેશન શરૂ કર્યું છે.જેમણે થેન્ક્સ ગિવિંગ હોલી ડે વીક દરમિયાન સેંકડો જરૂરિયાતમંદ લોકોને ગરમા ગરમ ભોજન અને પાણીની બોટલો પુરી પાડી  હતી.

વોલન્ટિયર્સ તથા ફાઉન્ડર્સ સંચાલિત આ ઓર્ગેનાઇઝેશનના જણાવાયા મુજબ અશ્રયહિન લોકોને મદદ કરનારના જીવનમાં  સુખ અને આનંદ પ્રવર્તે છે.કર ભલા ,હોગા ભલા સૂત્ર મુજબ છેલ્લા છ મહિના જેટલા સમયથી શરૂ કરાયેલા  આ અભિયાન અંતર્ગત 20 સપ્તાહમાં 8 હજાર ફૂડ ડીશ ,8500 જેટલી પાણીની બોટલ ,2 હજાર જેટલા ફેસ માસ્ક ,તથા એક હજાર જેટલી હાઇજીન કિટ્સનું વિતરણ કરાયું છે.

(8:16 pm IST)