Gujarati News

Gujarati News

News of Monday, 30th December 2019

પાકિસ્તાનમાં સરકાર વિરૂધ્ધ દેખાવો કરનાર લઘુમતિ હિન્દુઓને શુટ કરી દેવાય છેઃ ભારતમાં નાગરિકતા કાનૂન મુદે હિંસાત્મક તોફાનો થાય છેઃ ન્યુદિલ્હીના આશ્રય સ્થાનમાં આવેલા ૬૦૦ જેટલા પાકિસ્તાની હિન્દુઓની વ્યથા

ન્યુદિલ્હીઃ પાકિસ્તાનમાં લઘુમતિ હિન્દુ કોમ તરીકે વસતા અને ભારતના ન્યુદિલ્હીમાં આશ્રય કેમ્પમાં આવેલા હિન્દુ પરિવારના મહિલાએ વ્યકત કરેલી વ્યથા મુજબ ભારતમાં વસતા લઘુમતિ કોમના લોકો બેધડક વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તેમજ ગૃહપ્રધાન શ્રી અમિત શાહ વિરૂધ્ધ મનફાવે તેવા વિધાનો કરે છે તથા નવા સિટીઝન એકટનો હિંસાત્મક વિરોધ કરે છે. પરંતુ પાકિસ્તાનમાં લઘુમતિ કોમ તરીકે વસતા હિન્દુઓને આવો કોઇ માનવ અધિકાર નથી. જો અમે સરકાર વિરૂધ્ધ દેખાવો કે સૂત્રોચ્ચાર કરવાની હિંમત કરીએ તો શુટ એટ સાઇટના હુકમો થાય છે એટલું જ નહિં આખે આખા હિન્દુ મહોલ્લા સળગાવી દેવાના હુકમો થાય છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનથી જીવ બચાવી દિલ્હીમાં આશ્રય લઇ રહેલા હિન્દુઓની સંખ્યા ૬૦૦ ઉપરાંત થવા જાય છે.

(9:17 pm IST)