Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

યુ.એસ.ના ''ફેડરલ કોમ્યુનિકેશન્શ કમિશન (FCC)''માં સૌપ્રથમ મહિલા તરીકેનું સ્થાન મેળવતા ડો.મોનિષા ઘોષ

વોશીંગ્ટનઃ યુ.એસ.ના ''ફેડરલ કોમ્યુનિકેશન્શ કમિશન (FCC)''માં ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી ડો.મોનિષા ઘોષની નિમણુંક થઇ છે.

FCC ચેરમેન શ્રી અજીત પાઇએ સુશ્રી ડો.મોનિષાને ચિફ ટેકનોલોજી ઓફિસર તરીકે નિમણુંક આપી છે. તેઓ ટેકનોલોજી તથા એન્જીનીઅરીંગને લગતા પ્રશ્નો અંગેની કામગીરી બજાવશે. જેમાં વાયરલેસ ટેકનોલોજી અગ્રસ્થાને રહેશે. જે અંગે ડો.ઘોષએ સંશોધન કરેલ છે.

FCCમાં સૌપ્રથમ મહિલા તરીકે સ્થાન મેળવવા બદલ ચેરમેન શ્રી પાઇએ ડો.ઘોષને અભિનંદન આપ્યા હતા.

 

(8:26 pm IST)