Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

યુ.એસ.ના ''શિકાગો વેટરનરી મેડીકલ બોર્ડ''માં ચૂંટાઇ આવતા ઇન્ડિયન અમેરિકન ડો.જેક (જગજીત) બ્રાર

શિકાગોઃ યુ.એસ.સ્થિત ઇન્ડિયન અમેરિકન ડો.જેક (જગજીત) એસ.બ્રાર શિકાગો વેટરીનરી મેડીકલ એશોશિએશન બોર્ડમાં મેમ્બર તરીકે ચૂંટાઇ આવ્યા છે.

એમ્સી ડોનાલ્ડ હેમ્બર્ગર યુનિવર્સિટી, ઓક બ્રુક, ઇલિનોઇસ મુકામે ૧૧ ડીસેં.ના રોજ યોજાયેલી વાર્ષિક મીટીંગમાં તેઓ ચૂંટાઇ આવ્યા હતાં.

ડો.જેકએ આ અગાઉ CVMA પ્રેસિડન્ટ, વાઇસ પ્રેસિડન્ટ, તથા એકઝીકયુટીવ બોર્ડ મેમ્બર તરીકે સેવાઓ આપી ચૂકયા છે. તથા એશોશિએશન દ્વારા ''લાઇફ ટાઇમ મેરીટ એવોર્ડથી સન્માનિત થઇ ચૂકયા છે. તેમણે યુનિવર્સિટી ઓફ મિન્નેસોટામાંથી ૧૯૭૮ની સાલમાં વેટરનરી મેડીસીન સાથે માસ્ટર ઓફ સાયન્સની ડીગ્રી મેળવેલી છે. તેમણે અનેક એવોર્ડ મેળવેલા છે.

(8:24 pm IST)