Gujarati News

Gujarati News

News of Wednesday, 25th December 2019

પાકિસ્તાનમાં વધુ એક હિન્દૂ યુવતીને પરાણે મુસ્લિમ બનાવી શાદી કરી લીધી : 13 ડિસેમ્બરથી ગુમ થયેલી 22 વર્ષીય મહેક કેસવાણીને મહક ફાતિમા બનાવી દીધી

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં પરાણે મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવી શાદી કરાવી લેવાના કિસ્સાઓમાં એકનો વધારો થયો છે.જે મુજબ 13 ડિસેમ્બરથી ગુમ થયેલી  22 વર્ષીય મહેક કેસવાણીને મહક ફાતિમા બનાવી દીધી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

યુવતી પાસે વિડિઓ દ્વારા કરાવાયેલી કબૂલાત મુજબ તેણે રાજીખુશીથી મોહંમદ  અસર નામના મુસ્લિમ યુવક સાથે લગ્ન કરી લીધા છે.આ વિડિઓ ઉર્દુ અને સિંધી ભાષામાં મુકાયો હોવાનું જાણવા મળે છે.

યુવતીએ વિશેષમાં જણાવ્યા મુજબ તેના માતા પિતા તેના લગ્ન ભારતમાં કરવા માંગતા હતા તેમજ લંડન પણ મોકલવા માંગતા હતા પણ લંડનના વિઝા રદ થતા અને પાકિસ્તાનમાં હિન્દુઓએ તેના વિષે ખોટી અફવાઓ ફેલાવતા તેણે બાળપણના મિત્ર સાથે લગ્ન કરી લીધા છે.

(12:21 pm IST)