Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

''મેલોડી ઓફ લાઇફ'': અમેરિકામાં દર વર્ષે ૧ જાન્યુ.ના રોજ યોજાતી રોઝ પરેડમાં શીખ ફલોટનો દબદબોઃ સંગીતમય શૈલીમાં કિર્તન સાથે ૧ લાખ ૧૯ હજાર ફુલોથી ફલોટ શણગારાયો

કેલિફોનિયાઃ અમેરિકામાં દર વર્ષે નવા વર્ષના પ્રથમ દિવસે યોજાતી રોઝ પરેડમાં શીખ સમૂહ છેલ્લા પાંચ વર્ષથી ભાગ લઇ રહ્યો છે. જે મુજબ આ વર્ષે પણ ૧ લાખ ૧૯ હજાર ફૂલોથી શણગારેલા ફલોટ સાથે શીખો તેમની સંસ્કૃતિનું નિદર્શન કરાવશે.

સાઉધર્ન કેલિફોર્નિયામાં વસતા શીખો દ્વારા રોઝ પરેડમાં રજુ કરાયેલા ફલોટને ''મલોડી ઓફ લાઇફ''નામ આપવામાં આવ્યું છે. જેમાં બેઠેલા શીખો સંગીતની સુરાવલિઓ સાથે કિર્તનો રજુ કરશે. આ ફલોટમાં પાંચ શીખ ઓર્ગેનાઇઝેશન જોડાશે. જેની તૈયારી માટે છેલ્લા પાંચ દિવસથી શીખ વોલન્ટીયર્સ ફલોટને શણગારી રહ્યા હતા.

(7:01 pm IST)