Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

સૂર્યમાળામાં સૌથી દૂર આવેલા ઓબ્જેક્ટ સુધી પહોંચેલા નાસાના સ્પેસક્રાફ્ટમાં ભારતીયનો ડંકો : મુંબઈના વતની શ્રી શ્યામ ભાસ્કર આ મિશનના હીરો

વોશિંગટન : સૂર્યમાળામાં  સૌથી દૂર આવેલા ઓબ્જેક્ટ અલ્ટીમાં થુલે ની નજીકથી પસાર થવામાં નાસાના સ્પેસક્રાફ્ટને ઐતિહાસિક સફળતા મળી છે.જેમાં ભારતના મુંબઈના વતની શ્રી શ્યામ ભાસ્કરનું મહત્વનું યોગદાન છે.જેમણે  આ અગાઉ વતનનું નામ રોશન કરી ચૂકેલા કલ્પના ચાવલા તથા સુનિતા વિલિયમ્સની હરોળમાં સ્થાન મેળવ્યું છે.

ઉલ્લેખનીય છે કે આ અલ્ટીમાં થુલે સૂર્યમાળામાં સહુથી દૂર આવેલો ઓબ્જેક્ટ છે.જ્યાં બિલકુલ અંધારું છવાયેલું છે.તેની નજીકથી નાસાના સ્પેસક્રાફ્ટએ પસાર થવામાં સફળતા મેળવી છે. આ ઓબ્જેક્ટ ઉપરના અંધારા ઉલેચતા રહસ્યો હવે ઉકેલવા પ્રતિ પ્રયાણ કરી શકાશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:33 pm IST)