મુખ્ય સમાચાર
News of Monday, 31st December 2018

ગુગલનું નવી ફીચર યુઝર્સ સુધી પહોંચી જશેઃ સ્‍પામ મેસેજથી અેલર્ટ કરશે

ગૂગલ પોતાના યુઝર્સના ડેટાની સુરક્ષા અને પ્રાઇવસી માટે સતત કામ કરી રહ્યું છે. ત્યારે ગૂગલ પોતાના યુઝર્સને સ્પામ મેસેજથી એલર્ટ કરવા માટે એક નવું ફીચર લાવ્યું છે. ગૂગલનું આ ફીચર થોડા દિવસમાં યુઝર્સ સુધી પહોંચી જશે.

સ્પામ પ્રોટેક્શન ફીચર

ગૂગલ આ સ્પામ પ્રોટેક્શન ફીચર પોતાના એન્ડ્રોઇડ યુઝર્સ માટે લઇને આવ્યું છે. આ ફીચરને ડિવાઇસ સુધી પહોંચાડવા માટે યુઝર્સને તે અંગેનું નોટિફિકેશન મળશે.

યુઝર્સ કરી શકશે સેટિંગ

યુઝર્સ ઇચ્છે તો પોતાના ડિવાઇસના સેટિંગમાં જઇને પણ આ ફીચર ચેક કરી શકે છે. આ માટે યુઝર્સે પોતાના સ્માર્ટફોનના સેટિંગમાં જઇ એડવાન્સ સેટિંગ ઓપ્શન પર ટેપ કરવું પડશે. આમ કરવાથી સ્પામ પ્રોટેક્શનનું એક ઓપ્શન દેખાશે જેને યુઝર્સે ઇનએબલ કરવું પડશે. આમ કરવાથી જ ગૂગલનું આ લેટેસ્ટ ફીચર ડિવાઇસ પર એક્ટિવ થઇ જશે.

મેસેજ સ્પામ હશે તો કરાશે એલર્ટ

સ્પામ પ્રોટેક્શન ફીચર મેસેજ એપમાં આવનારા તમામ મેસેજને ઓટોમેટિકલી ડિટેક્ટ કરી લેશે. ફીચર પ્રમાણે રિસીવ થયેલો મેસેજ સ્પામ છે તો યુઝર્સને તેના વિશે એલર્ટ કરાશે. આ ફીચર ઓન થયા બાદ ડિવાઇસ પર આવનારા મેસેજીસની કેટલીક માહિતી ઓટોમેટિકલી ગૂગલ સુધી પહોંચી જશે, જો કે ગૂગલ આ મેસેજનું કન્ટેન્ટ વાંચી શકશે નહીં

…તો ફીચરથી રહો દૂર

ગૂગલ સ્પામ પ્રોટેક્શન ફિચર વિશે નિષ્ણાંતાઓએ યુઝર્સને સલાહ આપતા કહ્યું કે જો યુઝર્સ મેસેજ એપ દ્વારા મોકલવામાં આવેલા ડેટા વિશે ચિંતિત છે તો આ ફિચરના ઉપયોગથી દૂર રહે. અને બીજી મેસેજિંગ એપનો ઉપયોગ કરે.

(4:39 pm IST)